શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2016 (14:32 IST)

સામાજિક અસામાનતાને લીધે ગુજરાતમાં લાખો અપરિણિતો નવવધુ મળવાની રાહમાં છે

૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા મુજબ ગુજરાતમાં ૧૧.૮૩ લાખ અપરિણિત યુવા છે. જેઓની ઉંમર રપ થી ૩૪ વચ્ચેની છે. આમા ૯.૧૬ લાખ યુવકો છે અને ર.૬૭ લાખ મહિલાઓ છે. આનો અર્થ એ થયો કે દર બે અપરિણિત મહિલાઓ સામે ૭ અપરિણિત યુવકો આ વયના જુથમાં છે. ગુજરાતમાં ૧૭.૭પ લાખ અપરિણિત પુરૂષો અને મહિલાઓ છે જેઓની ઉંમર રપ ઉપરની છે.આ આંકડાઓ એ દર્શાવે છે કે ગુજરાતમાં ૧૦૦૦ છોકરાઓએ ૯૪૭ છોકરીઓ છે. ડેટા જણાવે છે કે પોરબંદરમાં સૌથી વધુ સીંગલ મહિલાઓ અને પુરૂષો છે. જે પછી નવસારી, જુનાગઢ, ભરૂચ અને અમદાવાદનો ક્રમ આવે છે. ગુજરાતમાં લાખો અપરિણિતો નવવધુ મળવાની રાહમાં છે. સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે કે, આ એક ગંભીર બાબત છે. સામાજીક અસામાનતા સર્જાય છે. ગુજરાતમાં અનેક કુવારાઓ પત્નિઓની શોધમાં છે.