ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2016 (15:15 IST)

સુરતના હરીરામ ટ્રસ્ટે શહીદોના પરિવારને એક કરોડ રૂપિયાની સહાય કરી

શહીદોના પરિવારજનોને આર્થિક હૂંફ આપવામાં સુરત શહેરે દેશવાસીઓને નવી રાહ ચીંધી છે. બે દિવસ અગાઉ શહેરના મહેશ સવાણીએ શહીદોના બાળકોનો તમામ એજ્યુકેશન ખર્ચ ઉઠાવવાની જાહેરાત કર્યા બાદ આજે વધુ એક ચેરિટેબલ સંસ્થા દ્વારા દ્વારા સૈનિકોના પરિવારજનો માટે રૂપિયા એક કરોડની આર્થિક સહાય જાહેર કરવામાં આવી હતી. દેશ માટે શહીદ થયેલા જવાનોના પરિવારો માટે શહેરમાં દાનની સરવાણી ફૂટી છે. નાના-મોટા તમામ લોકો સ્વેચ્છાએ શહીદોના પરિવારોને બનતી આર્થિક મદદ કરી રહ્યાં છે. શહીદો માટે યથાશક્તિ નાની નાની રકમ ભેગી કરી મોટું ફંડ ઊભું કરવામાં આવી રહ્યું છે. આ ચેરીટી ઉપરાંત ઉરી હુમલામાં માર્યા ગયેલા ૧૮ જવાનોને અંજિલ આપવા સુરતીઓ સડક ઉપર પણ ઉતર્યા છે. દેશ પ્રત્યેના અપાર પ્રેમની લાગણી દર્શાવવા સાથે શહીદ થયેલા જવાનોના પરિવારજનો આર્થિક ટેકો પૂરો પાડવા શહેરમાં ઉત્તરોત્તર દાનની જાહેરાત થઇ રહી છે. શહેરમાં સામાજિક , શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા બે અગ્રણીઓએ શહીદોના પરિવારજનોને ઉદાર હાથે આર્થિક સહાય જાહેર કરી છે. ઉરીમાં માર્યા ગયેલા ફૌજીઓના પરિવારને મદદ કરવા આજે તેમને પોતાની શ્રી હરીરામ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી રૂપિયા એક કરોડની ચેરિટી કરવાની જાહેરાત કરી હતી. સ્વયંભૂ રેલીમાં વૃદ્ધો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. ૮૬ વર્ષીય ફ્રિડમ ફાઈટર જયંતીભાઈ લાપસીવાલા, સુનિલભાઈ ભુખણવાલા, ડો. કિરીટભાઈ ડુમસીયા, ડો. ગીરીશભાઈ કાજી સહિતના લોકો રેલીમાં જોડાયા હતા.