શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2016 (16:06 IST)

બાર કાઉન્સિલના ચેરમેન સન્માનના કાર્યક્રમમાં ડાન્સરોના ઠૂમકા સાથે નોટોનો વરસાદ

નલીન પટેલની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ નિમણૂંક થતાં સાવલી બાર એસોશિયેશન દ્વારા એક સન્માન સમારંભ યોજાયો હતો. ગત મંગળવારે રાત્રે કોર્ટ પરિસરમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ડાન્સર યુવતીને નાચવા માટે બોલાવાઇ હતી. જેના પર હાજર લોકોએ પૈસા પણ ઉડાડ્યા હતાં.  આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ સર્જાયો છે.  પ્રાપ્ત માહિતી અનુસાર   સાવલી બાર એસોશિયેશનના પ્રમુખ સનતભાઇ દ્વારા યોજાયેલા સમારંભમાં વાઘોડીયા અને ડેસરના વકીલો ઉપસ્થિત રહ્યાં હતા.   આ કાર્યક્રમ દરમિયાન રાત્રે કોર્ટ પરિસરમાં જ સ્ટેજ પર એક યુવતીને ડાન્સર તરીકે બોલાવાઇ હતી. સોશિયલ મીડિયા પર ફરતા થયેલા આ વીડિયોમાં નલીન પટેલ ડાન્સ જોઈ રહ્યાં છે. જ્યારે ડાન્સર યુવતી બોલીવુડના પ્રખ્યાત ગીત એક દો તીન... પર ડાન્સ કરી રહી છે. કેટલાક લોકો આવીને ડાન્સ કરતી યુવતી પર પૈસા ઉડાડતા પણ નજરે પડે છે. સમગ્ર મામલે સાવલી બાર એસોશિયેશનના પ્રમુખ સનત પરમારે જણાવ્યું હતું કે, અમે કોઇ બાર ગર્લ બોલાવી ન હતી. એક સિંગર બોલાવી હતી. આ વીડિયો ખોટી રીતે એડિટિંગ કરી વાયરલ કરવામાં આવ્યો છે.