બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 28 ઑક્ટોબર 2016 (12:14 IST)

સરકારી કચેરીઓમાં ACBના દરોડા, અધિકારીઓ પાસેથી રોકડ, ચાંદીના સિક્કા મળ્યા- 1ના બે અધિકારીઓની અટકાયત

લાંચ રુશવત ખાતાએ આજે વડોદરા ખાતે દિવાળીના તહેવારોમાં મોઘી દાટ ગીફ્ટો લેતા સરકારી બાબુઓ પર સર્ચ ઓપોરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના વર્ગ-1ના બે અધિકારીઓ પાસેથી ચાંદીના સિક્કા તેમજ રોકડ અને મીઠાઈના બોક્સ મળી આવ્યા હતા. વડોદરા એસીબીએ દિવાળીના તહેવારોમાં સરકારી કચેરીમાં સરકારી અધિકારીઓ મોંઘી ગિફ્ટ લેતા હોવાની માહિતીના આધારે કેબેરભવનમાં આવેલી સબ રજીસ્ટર કચેરી તેમજ સેલ્સટેક્સ કચેરી અને ગુજરાત પોલ્યૂશન કંટ્રોલ બોર્ડની કચેરી પર સર્ચ ઓપેરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપેરશનમાં જીપીસીબીની કચેરીના કલાસ વન અધિકારી સી.એ શાહની ઓફિસમાંથી 43 હજાર રોકડ 900 ગ્રામ ચાંદીના સિક્કા મળી આવ્યા હતા. જયારે જીપીસીબીના વિજિલન્સ ઓફિસર એમ.વી પટેલની ઓફિસમાંથી 810 ગ્રામ ચાંદી, 5 ગ્રામ સોનુ અને 2,54,000 રોકડ મળી આવી હતી. આ સાથે કાજુકતરીના બોક્સ અને અન્ય ગીફ્ટો પણ મળી આવી હતી. એસીબીએ બંને અધિકારીની અટકાયત કરીને એસબીની કચેરી પર લઈ જવામાં આવ્યા હતા. અને મળેલી રકમ અને ગીફ્ટો અંગે વધુ પૂછતાછ હાથ ધરવામાં આવશે.
ACBના દરોડા
દિવાળી પહેલા સરકારી કચેરીઓમાં દરોડા
રાજ્યની સરકારી કચેરીઓમાં સર્ચ ઓપરેશન
સરકારી અધિકારીઓ પાસેથી રોકડ-ચાંદીના સિક્કા મળી આવ્યા
ACBના અધિકારીઓએ હાથ ધર્યુ ઓપરેશન
અમદાવાદ, સુરત,વડોદરામાં હાથ ધરાયું સર્ચ ઓપરેશન
વાણિજ્યક વેરા કચેરી, ગુજરાત પ્રદૂષણ બોર્ડ, ભૂસ્તર શાસ્ત્ર
સબ રજીસ્ટ્રાર કચેરીમાં ACBના અધિકારીઓએ રેડ કરી
અમદાવાદમાં એક અધિકારી પાસે એક લાખ રોકડા મળ્યા
વડોદરામાં 43,000 રોકડા, 900 ગ્રામ ચાંદીના સિક્કા
વિજિલન્સ ઓફિસર પાસે 2 લાખથી વધારે રોકડા મળ્યા
810 ગ્રામ ચાંદીના સિક્કા મળી આવ્યા
વડોદરામાં જુનિયર કલાર્ક પાસે 18,000 રોકડા મળ્યા
સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારી પાસે 25,000 રોકડા મળ્યા
દિવાળી પહેલા સરકારી કચેરીઓમાં દરોડા
રાજ્યની સરકારી કચેરીઓમાં સર્ચ ઓપરેશન
અનેક દસ્તાવેજોની તપાસ
ACBની અધિકારીઓ પર તવાઈ 
સરકારી અધિકારીઓ પાસેથી રોકડ-ચાંદીના સિક્કા મળી આવ્યા