ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 8 નવેમ્બર 2016 (11:04 IST)

બાપૂના પૌત્ર કનુ રામદાસ ગાંધીનુ નિધન, લાંબા સમયથી હતા બીમાર

અમદાવાદ મહાત્મા ગાંધીના પૌત્ર 87 વર્ષીય કનુ રામદાસ ગાંધીનુ સોમવારે સાંજે નિધન થઈ ગયુ. તેમનુ સૂરતના એક ચેરિટેબલ હોસ્પિટલમાં ઉપચાર ચાલી રહ્યો હતો. 
 
22 ઓક્ટોબરના રોજ હ્રદયઘાત, મસ્તિષ્કાઘાત અને અડધુ શરીર લકવાગ્રસ્ત થયા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ કોમામાં જતા રહ્યા હતા. અમેરિકાના નાસામાં લગભગ 25 વર્ષ સુધી વૈજ્ઞાનિક રહી ચુકેલ કનુભાઈ થોડા વર્ષ પહેલા જ પત્ની શિવાલક્ષ્મી સાથે ભારત પરત ફર્યા હતા. તેઓ લાંબા સમયથી અસ્વસ્થ ચાલી રહ્યા હતા.  
 
કનુભાઈના વયોવૃદ્ધ બહેન ઉષાબેન ગોકાણી મુંબઈથી સતત ખબર અંતર પૂછતાં રહેલ અને બેંગ્લુરુથી બીજા બહેન સુમિત્રા કુલકર્ણી (ભૂતપૂર્વ રાજ્યસભા સભ્ય )જે તાજેતરમાં મુલાકાત લીધેલ  ધીમંત બદીયા કહે છે કે વડાપ્રધાન ઓફિસ તરફથી સહાનુભૂતિની અને સહાયની જાણ થયેલ પરંતુ તેમની ઓફિસ કે ગુજરાત સરકાર તરફથી કઈ મળ્યું નથી ગુજરાતના નેતા કે પ્રધાન પણ કનુભાઇની પૂછપરછ  કરવા આવ્યા નથી