ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2016 (15:51 IST)

સોના ચાંદીની ખરીદી પર પાનકાર્ડ ફરજિયાત

અમદાવાદઃ સોના-ચાંદીના દાગીનાની 2 લાખથી વધુની ખરીદી પર પાનકાર્ડ ફરજિયાત કરવાના મુદ્દે દેશભરના સોની બજાર બંધ રહ્યા હતા. દેશ વ્યાપી બંધમાં 10,000 હજાર સોનીઓની દુકાનો બંધ રહી હતી. અમદાવાદામાં 4000 સુરતમાં 2000 અને રાજકોટ, જામનગર, વડોદરા અને અન્ય સીટીઓમાં 4000 દુકાનો બંધ રહી હતી. કેન્દ્ર સરકારે આ નવો નિયમ 1 જાન્યઆરીથી શરૂ કર્યો છે.

સોના-ચાંદીના દાગીનાની 2 લાખથી વધુની ખરીદી પર પાનકાર્ડ ફરજિયાત કરવાના મુદ્દે દેશભરના સોની બજાર બંધ રહ્યા. જ્વેલર્સ અને બુલિયન ડિલર્સની માંગ છે કે પાનકાર્ડ માટેની લીમીટ ફરીથી 5 લાખની કરવામાં આવે. કારણ કે પહેલી જાન્યઆરીથી લાગુ કરાયેલા આ નિયમના પગલે વેપાર-ધંધામાં 30 થી 35 ટકાનો ઘટાડો નોંધાયો છે. અને તેનું કારણ આપતા કહ્યું કે ગ્રામીણ વિસ્તારના રહિશો અને વેપારીઓને વધારે મુશ્કેલી પડી રહી છે. સાથે જ પાનકાર્ડ ન હોય તેવા સંજોગોમાં ફોર્મ 60 અને 61 ભરવાની મોટી સમસ્યા છે.. ઉપરાંત આ તમામ રેકોર્ડ 6 થી 7 વર્ષ સુધી સાચવી રાખવો તે ઝંઝટભર્યું કામ છે