ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: રાજકોટ , શુક્રવાર, 9 ઑક્ટોબર 2015 (10:42 IST)

રાજકોટ મેચમાં પાટીદારોના પ્રદર્શનથી ઘર્ષણની આશંકાને જોતા સરકાર એક્શનમાં

૧૮મીએ રાજકોટમાં યોજાનારા ડે એન્‍ડ નાઇટ મેચમાં પાટીદારો મોટી સંખ્‍યામાં મેચમાં હાજર રહી, ભારતીય ટીમ ઝીયારે ફોર કે સિકસ ફટકારે ત્‍યારે જય પાટીદાર જેવા ગગનભેદીના નારાઓ ગજાવવા અને ખેલાડી આઉટ થાય તયારે ‘ભાજપ હાય-હાય'ના નારાઓ ગજવવાની જાહેરાતના પગલે પોલીસ અને પાટીદારો વચ્‍ચે ઘર્ષણ થવાની ભિતિને ધ્‍યાને લઇ કાયદો વ્‍યવસ્‍થાની સમિક્ષા કરવા અને જરૂરી માગદર્શન આપવા આજે મધ રાત્રે રાજયના પોલીસ વડા રાજકોટ આવી રહ્યા પગલે રહ્યાના પગલે પગલે રાજયના એડીશ્‍નલ ચીફ સેક્રેટરી (હોમ) પી.કે.તનેજા પણ કાલે રાજકોટ આવી રહ્યાનુ સુત્રો જણાવે છે.
 
   પી.કે. તનેજા કાલે  પોલીસ વડા પી.સી.ઠાકુર રાજકોટના પોલીસ કમિશ્‍નર મોહન ઝા, જોઇન્‍ટ  પોલીસ કમિશ્‍નર આર.વી. જોટાંગીયા, રાજકોટ રેન્‍જ ડી.આઇ.જી. ડી.આર.પટેલ તથા મેચ માટેની મહત્‍વની જવાબદારી જેમને સુપ્રતથઇ છે તેવા રાજકોટ રૂરલનાં એસ.પી.ગગનદીપ ગંભીર સાથે ચર્ચા વિચારણા કરે તેવી પણ શકયતાઓ પણ સુત્રો નકારતા નથી.