શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 7 જાન્યુઆરી 2017 (14:44 IST)

ગુજરાતના જંગલોમાં હજુ પણ વાઘનું અસ્તિત્વ અકબંધ હોવાના પુરાવા સામે આવ્યા

ગુજરાતના જંગલોમાં હજુ પણ વાઘનું અસ્તિત્વ અકબંધ હોવાના પુરાવા સામે આવ્યા છે. વર્ષ ૨૦૦૧ની વન્ય જીવોની વસતિ ગણતરી બાદ ગુજરાત સરકારે સત્તાવાર રીતે ગુજરાતમાંથી વાઘનું અસ્તિત્વ ભૂંસાઇ ચૂક્યું હોવાનું કબૂલ્યું હતું. પરંતુ મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદ પર આવેલી ચેકપોસ્ટના પોલીસકર્મીઓ-સ્થાનિકોના જણાવ્યા અનુસાર હજુ પણ ગુજરાતના જંગલોમાં વાઘનું અસ્તિત્વ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ગૂ્રપ પ્રેસિડેન્ટ-રાજ્યસભાના સાંસદ તેમજ વન્યજીવ પ્રેમી પરિમલ નથવાણીએ એવી ઇચ્છા દર્શાવી છે કે રાજ્ય સરકારે ગુજરાતમાં વાઘની હાજરી અંગે વૈજ્ઞાાનિક અભ્યાસ હાથ ધરીને વન્યજીવ નિષ્ણાતો દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓની ચકાસણી કરીને તેમના દ્વારા કરવામાં આવેલા દાવાની પુષ્ટિ થવી જોઇએ. પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે આહવા -ડાંગના જંગલ વિભાગના અધિકારીઓને ગુજરાતના જંગલોમાં વાઘના નિવાસ અંગેની માહિતી હોય તે શક્ય છે. પરંતુ એમ પણ બની શકે છે કે તેઓ ગુજરાત-મહારાષ્ટ્રમાં વાઘની આવન-જાવનની ઘટનાઓ કેટલી વખત બને છે તેના પુરાવાઓ એકત્ર કરવા માગતા હોય. સિંહ બાદ વાઘની પણ હાજરીથી ગુજરાત વિશ્વનું અનન્ય પ્રવાસન્ સ્થળ બની જશે.  ' ગુજરાત સરકારની વેબ સાઇટ પર ડાંગ જિલ્લાના મહાલ કેમ્પની માહિતીમાં પણ આ જંગલોમાં વિવિધ પ્રાણીઓની સાથે વાઘ પણ હોવાનું જણાવવામાં આવેલું છે. વાઘ નિષ્ણાતો પાસેથી પરિમલ નથવાણીને પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ગુજરાત-મહારાષ્ટ્રની હદ પરની ચેકપોસ્ટ પર નિયુક્ત મહારાષ્ટ્ર પોલીસના બે કોન્સ્ટેબલોએ આહવાના જંગલોમાંથી વાઘને મહારાષ્ટ્રના જંગલોમાં આવતા-જતા જોયા છે, આ સ્થળ ઝાકરાઇ બારી તરીકે ઓળખાય છે અને તે ડાંગ જિલ્લાના શબરી ધામ જંગલની નજી છે. આ વિસ્તારમાં લગભગ ૭-૮ વાઘની હાજરી છે.