ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 24 સપ્ટેમ્બર 2016 (12:44 IST)

દ્વારિકાધીશ ભગવાનને 5 વર્ષમા 87.5 કિલોના દાગીના અર્પણ કરાયા

મૂંબઇના સોની વેપારી જયેશ રતીલાલ ધોકિયા પરિવાર દ્વારા દ્વારકાધીશ મંદિરમા  22 લાખ રૂપિયાની કિંમતનો  750 ગ્રામ વજન ધરાવતો સોનાનો મોરમુગટ દ્વારકાધીશને અર્પણ કરાયો હતો. આ પરિવાર દ્વારા શિખર પર નુતન ધ્વજારોહણ કરવામા આવ્યુ હતુ.  દ્વારિકાધીશ પાસે સોના-ચાંદીના અઢળક આભૂષણો છે.  ભક્તો વખતોવખત માનતા સ્વરૂપે, કોઇ શુભ પ્રસંગોએ ક્યારેક ધ્વજાજી ચઢાવતી વખતે મૂલ્યવાન ધાતુના વિવિધ આભૂષણો, વસ્તુઓનું અર્પણ કરતા હોય છે. દ્વારિકાધીશ 86 કિલો 800 ગ્રામ સોનું અને 445 કિલો ચાંદીના ધણી છે. દ્વારિકાધીશમાં અતૂટ શ્રધ્ધા ધરાવતાં ભક્તો દ્વારા દર વર્ષે અપાતી ભેટ-સોગાદમાં વધારો થતો જાય છે.  ત્ત્વ પૂર્ણ રીતે સોના-ચાંદીના આભૂષણો, વસ્તુઓ વગેરેના દાનનો પણ અનેરો મહિમા છે. રોકડ દાનની રકમના પૂજારી ભાગ, ખર્ચ ચેરિટી કમિશનરમાં જમા કરાવ્યા બાદ હાલ રૂ.10 કરોડથી વધુ રોકડ રકમનું ફંડ સંસ્થા પાસે છે.  દેશ-વિદેશમાંથી ખૂણે-ખૂણેથી આવતા ભક્તો સોના-ચાંદીના બનેલા આભૂષણ અને પૂજાના ઉપયોગમાં આવતી વસ્તુઓ અર્પણ કરે છે. તેમાં ચાંદીની ધ્વજા, છીબા, છત્તર, ગાય, વાંસળી, તુલસીપત્ર, પાટલા અને સોનાના મુગટ, જનોઇ, માળા, વાંસળી, વાટકા, ગાય, ભોગના વાસણો, તુલસીપત્ર, સ્વર્ગ સીડી, ધૂપેલિયા, ગ્લાસ, મૂર્તિઓ દાનમાં આપે છે. ખાસ તહેવારોએ વધુ આભૂષણોનું કાળિયા ઠાકોરને શણગાર સજવામાં આવે છે.