બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (13:36 IST)

સરકાર શાંતિ ના આંદોલનને સ્વકારવા તૈયાર નથી ત્યારે હવે અમે તીર કામઠા લઇ નીકળીશુ

કેવડિયામાં 143 દિવસથી ઉપવાસ પર બેઠેલા 70 વર્ષીય ડેમ અસરગ્રસ્તનું રવિવારે મોત થતા સાંજે તેનો મૃતદેહ કેવડિયા લાવ્યાં બાદ સોમવારે આંદોલન સ્થળે 1000થી વધુ વિસ્થાપિતોએ ભેગા થઇ શહીદ ડુલાજીનું ત્યાં જ સ્મારક બનાવવાની જીદ પકડી હતી. માંગણીઓ સ્વિકારાઇ તો જ અંતિમવિધીની માંગ સાથે કોફીનમાં 24 કલાક સુધી મૃતદેહ રાખી ડેમ અસરગ્રસ્તો ટસનામસ ન થતા સમગ્ર કેવડિયા ભારેલા અગ્નિ જેવી સ્થિતિમાં પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયું હતું.કેવડિયા પુન:વસન કચેરીનાં કમ્પાઉન્ડમાં 143 દિવસથી પ્રતિક ભૂખ હડતાળ પર બેસેલા 70 વર્ષીય ડુલજીભાઇ બકાભાઇ વસાવાનું મોત નીપજતા વિસ્થાપિતો હવે આક્રમક મૂડમાં આવી ગયા છે. રવિવારે મોડી રાતે વિસ્થાપિતનો મૃતદેહ કેવડિયા લવાયો હતો. વહેલી સવારથી જ 3 રાજયોમાંથી વિસ્થાપિતો ઉમટવાનાં શરૂ થઇ જતા પોલીસ અને વહિવટી તંત્ર પણ દોડતુ થઇ ગયું હતું. જ્યાં હાજર મૃતક પરિવાર જીદ લઇ બેઠા કે જયાં સુધી માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી મૃતદેહ અહીંયા જ રહેશે, અંતિમ વિધિ કરાશે નહિ. હાજર  જિકુભાઇ તડવી, કરણસિંહ વસાવા, મહેશ વસાવા સહિતના આગેવાનોએ ઉગ્ર આંદોલનનું બ્યુગલ ફુક્યું હતું. સરકાર શાંતિ ના આંદોલનને સ્વકારવા તૈયાર નથી ત્યારે હવે અમે તીર કામઠા લઇ નીકળીશુ. સોમવારે રાત સુધી તંત્ર અને પોલીસે વિસ્થાપિતોને સમજાવવાનાં પ્રયાસો કર્યા હતા તેઓ ટસનાં મસ નહિ થઇ સ્થળ પર જ કોફીનમાં મૃતદેહ રાખી મૂકી ઉપવાસ પર અડગ રહ્યાં હતા.