ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 ડિસેમ્બર 2016 (12:59 IST)

150 વર્ષ જુની ગાયકવાડી સમયની ચમચીઓનો સંગ્રહ

વડોદરાના ઉમેશભાઇએ 150 વર્ષ જુની ગાયકવાડ સમયની ચમચીઓનું અનોખું સંગ્રહાલય ઊભું કર્યું છે. તેમણે દેશ-વિદેશની સ્ટીલ, ચાંદી, જર્મન, મેટલ અને વુડન સહિત વિવિધ પ્રકારની 290 ચમચીઓનું મ્યુઝિયમ પોતાના નિવાસ સ્થાને જ બનાવ્યું છે. ઉમેશભાઇ સુરતકરે જણાવ્યું હતું કે, ચમચીઓનો સંગ્રહ કરવાનો શોખ મારી માતા શંકુતલાબેહનનો હતો. તેઓ જ્યારે લગ્ન કરીને આવ્યા ત્યારથી તેઓએ ચમચીઓ સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ વાસણ ખરીદવા માટે જાય ત્યારે નવી ડીઝાઇનની ચમચીઓ અચૂક ખરીદીને લાવતા હતા. આજે તેઓની ઉંમર 76 વર્ષની છે. આજે પણ હું નવી ચમચી લાવું ત્યારે તેમને ચોક્કસ બતાવું છું અને ચમચી જોયને તેઓ ખૂશ થઇ જાય છે.મેં મારી માતાના શોખને અપનાવી લીધો હતો. બાદમાં મેં પણ એન્ટીક ચમચીઓ સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું. મારી પાસે હાલમાં 150 વર્ષ જુની ગાયકવાડી શાસન સમયની રોયલ ચમચી છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલીયાની પણ 20 વર્ષ જુની ચમચી છે. મારી પાસે પૂજા માટેની, સુપ, ચાવલ, ખાંડ, આચાર, ચાઇનીસ સહિત વિવિધ પ્રકારની ગુજરાત, મહારાષ્ટ્ર, સાઉથ સહિત દેશના વિવિધ રાજ્યો અને વિદેશની કુલ 290 છે. લોકો જોવા માટે પણ આવી રહ્યા છે. વર્ષો જુની ચમચીઓ જોઇને રોમાંચ અનુભવે છે. મારી ઇચ્છા મારા હાલના હયાત મકાનમાં ભવિષ્યમાં મારી મમ્મીના નામથી શંકુતલા મ્યુઝીયમ બનાવવાની છે. મારી ઇચ્છા છે કે, આવનારી પેઢીને વર્ષો પૂર્વે લોકો કેવી ચમચીઓનો ઉપયોગ કરે છે તે બતાવવું છે.