શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 ડિસેમ્બર 2016 (17:24 IST)

નડિયાદના છાત્રોએ પાંચ ભાષામાં બોલતો રોબોટ બનાવ્યો

ફિલ્મો બાળકોને બગાડતી હોવાની માનસિકતા આજે પણ આપણા સમાજમાં છે. જોકે, ક્યારેક આવી જ કોઈ ફિલ્મ બાળકને કાંઈક નવું કરવાની પ્રેરણા પણ આપી જાય છે. નડિયાના અલિન્દ્રા ગામે રહેતા કિશોરે આવી જ પ્રેરણા 3 ઇડિયટ્સ પિક્ચરે આપી. થ્રી ઇડિયટ્સમાં તૈયાર કરવામાં આવેલા ડ્રોનથી પ્રેરણા લઇને આ યુવકે પણ ડ્રોન તૈયાર કર્યું, જ્યારબાદ તેની રૂચિ વધી અને આજે તેણે સ્વામિ વિવેકાનંદ સ્કુલમાં યોજાયેલ શૈક્ષણિક મેળામાં બે જ દિવસમાં તૈયાર કરેલો રોબોટ રજૂ કર્યો. થ્રી ઇડિયટ્સ ફિલ્મ એક મસાલા ફિલ્મ હતી, જોકે તેમાંથી એક સંદેશો પણ સમાજને મળતો હતો.આ ફિલ્મે નડિયાદ તાલુકાના અલિન્દ્રાના બાળકને એવી તો પ્રેરણા આપી કે તેણે ફિલ્મમાં બતાવવામાં આવેલો ડ્રોન તૈયાર કરવાનો પ્રયાસ કર્યો હતો. થોડી, મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને પરિવારના સહયોગથી તેને ડ્રોન બનાવવામા સફળતા મળી હતી. જ્યારબાદ તો જાણે કે આ યુવકને ચસ્કો લાગ્યો હોય તેમ તેણે પોતાની સૂઝબુઝથી ઘરમાં લગાવવામાં આવતી સિક્યુરિટી સિસ્ટમ તૈયાર કરી હતી. આટલેથી ન અટકતાં તેને દૈનિક કામકાજમાં મદદરૂપ થઈ શકે તે માટેનો રોબોટ બનાવાનો વિચાર સ્ફૂર્યો હતો. આ માટે જરૂરી સંશોધન તેણે કર્યું હતું, શાળાના શિક્ષકોનું માર્ગદર્શન લીધું અને પોતાના બે મિત્રોની મદદથી બે જ દિવસમાં એક રોબોટ તૈયાર કર્યો હતો. આજે આ રોબોટને મિતેશ મારૂએ સ્વામિ વિવેકાનંદ સ્કૂલ ખાતે યોજાયેલ શૈક્ષણિક મેળામાં રજૂ કર્યો હતો.