મંગળવાર, 19 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 ડિસેમ્બર 2016 (13:08 IST)

ડિજિટલ પેમેન્ટ કરનારા લોકો પેટ્રોલ પંપ પર લૂંટાઇ રહયા છે,રૂ. 0.75ના ડિસ્કાઉન્ટ કરતા ટ્રાન્ઝેકશન ચાર્જ તગડો

૩૧ ડિસેમ્બર સુધી કાર્ડથી પેમેન્ટ કરવામ પણ કોઇ ટ્રાન્ઝેકશન ચાર્જ નહી લાગે તેવી સરકારની જાહેરાતો વચ્ચે ડિજિટલ પેમેન્ટમાં પણ ચાર્જ કાપી લેવામાં આવી રહયો છે. પેટ્રોલ પંપો ઉપર ડેબીટ કાર્ડથી પેમેન્ટ કરવામાં કપાઇ જતો ટેક્સ પેટ્રોલ પંપોના ખાતામાં જમા થાય છે. સુરતના એક રહીશ લગ્નપ્રસંગે મહેસાણા ગયા ત્યારે રૃા.૧૫૦૦ના પેટ્રોલના પેમેન્ટ પર ઉપર બીજા રૃા.૩૭.૫૦ કાપી લેવાયા હતા.કેશલેસ સિસ્ટમ અપનાવવા માટે લોકોને દબાણ કરવામાં આવી રહયું છે. પણ ડિજિટલ પેમેન્ટમાં લોકો ખરેખર તો લૂંટાઇ રહયાં છે. ડિજિટલ પેમેન્ટ પર સરકારે જાણે ડિસ્કાઉન્ટ ઓફર જાહેર કરી છે પણ તે છેતરામણી પુરવાર થઇ રહી છે. ખાસ કરીને પેટ્રોલ પંપ ઉપર કાર્ડથી પેમેન્ટ કરવા પર રૃા.૦.૭૫ ડિસ્કાઉન્ટની જાહેરાત કરાઇ છે.આ નજીવી છૂટ લેવામાં લોકોની મોટી  રકમ ટ્રાન્ઝેકશન ટેક્સમાં કપાઇ રહી છે. સુરતના રહીશ ભગવતીબેન નાયી લગ્નપ્રસંગે ઉત્તર ગુજરાત ગયા ત્યારે તેમણે ગત તા.૪થી મહેસાણામાં આરા પેટ્રોલપંપ ઉપરથી પોતાની કારમાં રૃા.૧૫૦૦નું પેટ્રોલ ભરાવ્યું હતું. જેનું પેમેન્ટ યુનિયન બેંકના કાર્ડથી કરાયું હતું. પણ પેટ્રોલના ચાર્જ ઉપરાંત બીજા રૃા.૩૭.૫૦ પણ ટેક્સ પેટે કપાઇ ગયા હતા.આ અંગે તેમણે પેટ્રોલ પંપ સંચાલકને પુછતા એવું કહેવાયું હતું કે, બેંક દ્વારા આ ચાર્જ કાપવામાં આવે છે. થોડી માથાકૂટ બાદ તેઓ પરિવાર સાથે ત્યાંથી નીકળી ગયા હતા. અને પરત આવી પોતાની બેંકમાં આ અંગે પુછપરછ કરતા તેઓ ચોંક્યા હતા.બેંકમાંથી  તેમને કહેવાયું કે, બેંક દ્વારા રૃા.૩૭.૫૦ ચાર્જ કાપવામાં આવ્યો નથી. પણ આ ચાર્જ પેટ્રોલ પંપ સંચાલક દ્વારા કાપવામાં આવ્યો છે અને તે રકમ પેટ્રોલ પંપના ખાતામાં જ જમા થઇ છે. તે અંગેનું સ્ટેટમેન્ટ પણ બેંક તરફથી અપાયું હતું. પેટ્રોલ પંપો ઉપર પીઓએસમાં ચાર્જ કાપી લેવાની ફરિયાદો વ્યાપક બની રહી છે. અને ટેક્સ બેંકો દ્વારા કાપવામાં આવે છે તેવી વાત કરાય છે. ખાસ કરીને ૩૧ ડિસેમ્બર સુધી કાર્ડ દ્વારા પેમેન્ટથી કોઇ ચાર્જ નહી લેવાય તેવું સરકારે જાહેર કર્યું હોવા છતાં ચાર્જ કાપીને લોકોને લૂંટવામાં આવી રહયા છે. અને તેની સામે રૃા.૦.૭૫ ના ડિસ્કાઉન્ટનો છેતરાણું બટર લગાવાય રહયું છે