નોટબંધીને લીધે એમ્બ્રોઇડરીનો ધંધો પડી ભાંગતા હજારો લોકોની આજીવિકા છીનવાઇ

ગુરુવાર, 15 ડિસેમ્બર 2016 (15:55 IST)

Widgets Magazine
note ban

નોટબંધીને લીધે અમદાવાદ શહેરમાં એમ્બ્રોઇડરીનો ધંધો પણ ઠપ્પ થયો છે. ભરતકામ, ઝરીવર્ક,સ્ટોનવર્ક કરીને પેટિયુ રળી ખાતા હજારો પરિવારો આજે બેકાર બન્યાં છે. રોકડ વ્યવહારને લીધે એમ્બ્રોઇડરીના લઘુ ઉદ્યોગને જાણે એવો આર્થિક ફટકો પડયો છે કે, હજારો કારીગરોની આજીવિકા જ છિનવાઇ ગઇ છે. એટલું જ નહીં, એમ્બ્રોઇડરી મશીન ધરાવનારાં માલિકો પણ રોકડ વ્યવહારના અભાવે આર્થિક નુકશાન ભોગવી રહ્યાં છે.અમદાવાદમાં બાપુનગર,નિકોલ, ઇન્ડિયા કોલોની,રખિયાલ, ગોમતીપુર, ચાંદલોડિયા, વસ્ત્રાલ,વાડજ,કઠવાડા જીઆઇડીસી અને ઠક્કરબાપાનગરમાં ૪૦ હજારથી વધુ એમ્બ્રોઇડરીના મશીનો કાર્યરત છે જેમાં હજારો સ્થાનિક મહિલા અને અન્ય રાજયોના કારીગરો રોજગારી મેળવે છે.અમદાવાદ એમ્બ્રોઇડરી એસોસિએસનના અગ્રણીઓનું કહેવું છેકે, નોટબંધી બાદ એવી સ્થિતી સર્જાઇ છેકે, રોકડના અભાવે કારીગરો કામ કરવા તૈયાર નથી, વેપારીઓ માલ લેવા ઇચ્છુક નથી પરિણામે નિકાલ બંધ થઇ છે. એમ્બ્રોઇડરીનો વ્યવસાય મજૂરી કામ આધારિત છે. મશીનોના માલિકોને નવી નોટો મળતી નથી જેથી કારીગરોને કેવી રીતે પૈસા ચૂકવવા તે પ્રશ્ન સર્જાયો છે.કારીગરોના બેન્કોમાં ખાતા સુધ્ધાં નથી. બેકાર કારીગરો હિજરત કરીને વતન ઉપડયાં છે. આવી સ્થિતીમાં મંદીનો માહોલ સર્જાયો છે.એમ્બ્રોઇડરીના વ્યવસાયકારોનું કહેવું છેકે, જો આ પરિસ્થિતી રહી તો કેટલાંય પરિવારો એવા છેકે, જેમનુ ગુજરાન જ આ વ્યવસાય પર નિર્ભર છે તેમણે જીવન કેવી રીતે ગુજારાવુ તે સવાલ સર્જાશે. ખેડૂતોની જેમ એમ્બ્રોઇડરીના કારીગરો પણ આત્મહત્યા કરે તો નવાઇની વાત નહી હોય. અમદાવાદ એમ્બ્રોઇડરી એસોસિએશને બેન્કોમાં રોકડ રકમની વ્યવસ્થા કરવા અને ધંધા માટે અલાયદુ પેકેજ જાહેર કરવા સરકાર સમક્ષ માંગણી કરી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત ન્યુઝ સમાચાર

news

સફાઈવાળા પર ઉપહારોની બારિશ

એક સફાઈકર્મી થોડા દિવસ પહેલા જેનો ઈંટરનેટ પર જમીને મજાક બન્યું હતું કારણકે તે ઘરેણાની ...

news

દુનિયાના 10 સૌથી તાકતવર લોકોમાં પીએમ મોદી, વ્લાદિમીર પુતિન ફરી ટૉપ પર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દુનિયાના 10 સૌથી તાકતવર લોકોમાં સામેલ કરવામાં આવ્યા છે. ...

news

ભરોડા ગામે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે ગામૈયો યજ્ઞ યોજાયો

રોકડિયો પાક પકવતા ખેડૂતોને આજની વર્તમાન સ્થિતીમાં પોષણક્ષમ ભાવો મળતાં નથી. જેના કારણે ...

news

બાબા રામદેવની પતંજલિ પર ગેરમાર્ગે દોરનારી જાહેરાત બદલ 11 લાખ રૂપિયાનો દંડ

યોગ ગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડ એકવાર ફરી વિવાદોમાં છે. બાબા ...

Widgets Magazine