બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (14:32 IST)

ભારતીય કોસ્ટ ગાર્ડે કચ્છના દરિયામાંથી 26 પાકિસ્તાનીઓને ઝડપી લીધા

ભારતીય કોસ્ટ ગાર્ડે ભારતીય જળસીમામાં ઘૂસેલા 26 પાકિસ્તાનીઓને અને તેમની 5 હોડીઓને પકડી પાડ્યા હતા. હાલમાં તેમને પૂછતાછ માટે જખઉ લઈ જવામાં આવ્યા છે. પૂછતાછ પછી ખબર પડશે કે આ લોકોનો આશય શું હતો. રક્ષા દળના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રથમ દૃષ્ટિએ આ લોકો પાકિસ્તાની માછીમારો જેવા લાગતા હતા પરંતુ સામાન્ય રીતે માછીમારો આટલી મોટી સંખ્યામાં સાથે જોવા મળતા નથી. વળી, આ લોકો લાકડાની હોડીના બદલે રબર બોટમાં આવી રહ્યા હતા. આ કારણે પણ શંકા ઊભી થઈ રહી છે.સુરક્ષા દળના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ઇન્ટરસેપ્ટ બોટ C-419એ એક અજાણી હોડીને જોઈ હતી જેમાં 26 પાકિસ્તાની બેઠા હતા. આ તમામ જખઉ તટમાં 26 માઈલ સુધી અંદર આવી ગયા હતા. 5 હોડીઓમાં કુલ 26 પાકિસ્તાનીઓ બેઠા હતા. તેમને જખઉ તટના કોસ્ટ ગાર્ડ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ મળીને તેમની પૂછતાછ કરશે. સોમવારે સાંજે લગભગ સાડા ચાર વાગ્યાની આસપાસ આ પાકિસ્તાની હોડીઓ જોવામાં આવી હતી.