શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 જાન્યુઆરી 2017 (11:58 IST)

ફ્રાન્સની ખ્યાતનામ ઍરબસ કંપનીએ ગુજરાતમાં હેલિકોપ્ટર બનાવવા માટે વાઈબ્રન્ટમાં એમઓયુ કર્યાં

વાઇબ્રન્ટ સમિટના બીજા દિવસે અનેક દેશોની ટોચની કંપનીઓએ ગુજરાતમાં રોકાણ માટે રસ દાખવ્યો છે. ફ્રાન્સની ખ્યાતનામ ઍરબસ કંપનીએ ધોલેરામાં ઍરોસ્પેસ અને ડિફેન્સ ક્લસ્ટર બનાવવા માટે ધોલેરા સિટી ડેવલપમેન્ટ કંપની સાથે કરાર કર્યા છે. આ કંપની ધોલેરામાં પ્રથમ તબક્કે હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે. આ કંપનીએ ‘મેક ઇન ઇન્ડિયા’માં સહયોગ સાથે આ કરાર કર્યા છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, સમિટના બીજા દિવસે જે કરાર થયા તેમાં 4 હજાર કરોડ સુધીનું રોકાણ ધરાવતા 133 અને 4 હજાર કરોડથી વધુનું રોકાણ ધરાવતા 50થી વધુ કરાર થયા છે. એમઆરએફ ગૃપ દ્વારા જીઆઇડીસી સાથે 4500 કરોડ રૂપિયાના કરાર કર્યા છે. આ પ્રોજેક્ટ દર મહિને 1 મિલિયન ટાયરનું ઉત્પાદન કરશે અને 2500 ઉમેદવારોને રોજગારી આપશે. રશિયાની 2 કંપનીએ રિલાયન્સ અને એસ્સાર સાથે જામનગરમાં રીફાઇનરી પ્રોજેક્ટ માટે કરાર કર્યા છે.ચીનની કંપની ટાઇસને 1700 કરોડના ફાઇબર ગ્લાસ પ્રોજેક્ટ માટે કરાર કર્યા છે. શીંગશેન કંપનીએ સ્ટેનલેસ સ્ટીલના પ્લાન્ટ માટે 5500 કરોડના કરાર કર્યા છે તેઓ 8 હજાર રોજગારી આપશે. જાપાનના મિનિસ્ટર અને ડેલિગેશને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કરાર કર્યા છે તેમણે ગુજરાતમાં કાર્યરત જાપાની કંપનીઓને સપોર્ટ મળે અને ટાઉનશિપ સહિતની સુવિધાઓ ઉભી કરવાની પ્રપોઝલ મૂકી છે. રાજુ એન્જિનિયર્સ રાજકોટમાં બીટી પાર્ક બનાવવા માટે 900 કરોડના કરાર કર્યા છે.વાઇબ્રન્ટ સમિટના બીજા દિવસે અનેક દેશોની ટોચની કંપનીઓએ ગુજરાતમાં રોકાણ માટે રસ દાખવ્યો છે. ફ્રાન્સની ખ્યાતનામ ઍરબસ કંપનીએ ધોલેરામાં ઍરોસ્પેસ અને ડિફેન્સ ક્લસ્ટર બનાવવા માટે ધોલેરા સિટી ડેવલપમેન્ટ કંપની સાથે કરાર કર્યા છે. આ કંપની ધોલેરામાં પ્રથમ તબક્કે હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે. આ કંપનીએ ‘મેક ઇન ઇન્ડિયા’માં સહયોગ સાથે આ કરાર કર્યા છે