શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 21 જાન્યુઆરી 2017 (14:12 IST)

રાજ્યમાં કલાસ-2 સહિતના 5 અધિકારીને ત્યાં ACBના દરોડા, કરોડોની સંપત્તિ મળી

સમગ્ર રાજ્યમાં આજે કુલ પાંચ જગ્યાએ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સર્ચ ઓપરેશન હાથ ધરતાં અધિકારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ACBની ટીમે ગાંધીનગર, રાજકોટ, સાબરકાંઠા ત્રણ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સર્ચની કામગીરી દરમ્યાન વર્ગ-2 અને વર્ગ-4ના અધિકારીઓ પાસે આવક કરતાં વધુ સંપત્તિ મળી આવતા ગુનો દાખલ કરાયો છે. હાલ તમામ આરોપીઓના નિવાસસ્થાન પર ACBએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

જળસંપત્તિ વિકાસ નિગમના પ્યૂન પાસેથી આવક કરતાં 202 ટકા વધુ સંપત્તિ જપ્ત કરાઇ. વર્ગ – 4નો કર્મચારી હસમુખ રાવલ પાસેથી 1.18 કરોડની સંપત્તિ જપ્તા કરાઈ છે. ACBએ ગુનો નોંધી પ્યૂનની તપાસ હાથ ધરી છે.
ઉપલેટાના નાયબ મામલતદાર પણ ACBના રડારમાં આવ્યા છે. ના.મામલતદાર અનિલ માકડિયા પાસેથી રૂ.40 લાખની સંપત્તિ મળી આવી જે આવક કરતાં 97 ટકા વધુ છે.
રાજકોટની DH કોલેજના સસ્પેન્ડેડ આચાર્ય ચંદ્રિકાબહેન પણ રડારમાં આવ્યા છે. તેમની પાસેથી રૂ.68 લાખથી વધુની સંપત્તિ મળી, જે તેમની આવક કરતાં 82 ટકા વધુ છે. સાબરકાંઠાના જમીન સંપાદન અધિકારી પ્રકાશચંદ્ર કાલિદાસ પણ ફસાયા. તેમની પાસેથી રૂ.33 લાખ જપ્ત કરાયા.
બીજીબાજુ GSPCના અધિકારી ભરતગીરી ગોસ્વામી પણ ACBની રડારમાં આવ્યા. GSPC વર્ગ-2ના અધિકારી પાસેથી અપ્રમાણસર સંપત્તિ મળી આવી છે. ભરતગીરી પાસેથી 2400% કરતાં વધારે મિલકત મળી આવી. 2004 – 2015ના નોકરીના ગાળા દરમ્યાન 51 લાખની આવક પ્રમાણે રૂ. 36 લાખની બચત હોઈ શકે. ભરતગીરી પાસેથી 11 કરોડ 56 લાખની મિલકત મળી આવી.
જમીન વિકાસ નિગમના કર્મચારી ACBની રડારમાં આવ્યા છે. ફિલ્ડ આસીસ્ટન્ટ પ્રકાશચંદ્ર પટેલ સામે પણ આવક કરતાં 157% વધુ સંપત્તિ મળી આવતા કેસ નોંધાયો. પ્રકાશ પાસેથી 33.9 લાખની સંપત્તિ મળી આવી