બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (11:19 IST)

સુરતની મહિલાઓમાં મોદી પ્રિન્ટ સાડી હોટ ફેવરિટ બની

સમગ્ર દેશમાં મોદી મેજીક ચાલી રહ્યું છે. અને લોકો બેંકની લાઈનમાં ઉભા રહીને પણ મોદીને સમર્થન આપી રહ્યા છે. ત્યારે સુરતના કાપડ માર્કેટમાં પણ મોદી છવાઈ ગયા છે. સુરતી સાડીઓમાં મોદી પ્રિન્ટની સાડીઓની બોલબાલા ચાલી રહી છે. જ્યારે આ સાડીઓ મહિલાઓમાં હોટ ફેવરિટ બની ગઈ છે. નોટબંધીને લઈને આખો દેશ હાલ નોટની કમઠાણ વચ્ચે છે. મોદીને સમર્થન આપવા લોકો અવનવા આઈડિયાઓ અજમાવી રહ્યા છે. જોકે સુરતના કાપડ માર્કેટમાં મંદીના મારે વેચાણ વધારવા મોદીની તસ્વીરનો જ સહારો લીધો છે. અને મોદી કાપડ માર્કેટમાં સાડીના સ્વરૂપમાં છવાયા છે.

છેલ્લા 6 વર્ષથી સાડી વેચી ગુજરાન ચલાવતા એક વેપારની મોદીની પ્રિન્ટવાળી સાડી માર્કેટમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.  મોદી પ્રિન્ટવાળી સાડીઓ બનાવી વેચનાર કાપડ વેપારી લાલુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, માર્કેટના વેપારીઓનું માનવું છે કે, મોદી સરકારના કાળા નાણાં બહાર લાવવાના નિર્ણયથી માર્કેટ પર માઠી અસર થઇ છે. જોકે વડાપ્રધાન મોદીની તસ્વીર અમારા ગુજરાનનું માધ્યમ બન્યું છે.