બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : શનિવાર, 18 જૂન 2016 (15:28 IST)

ગુલબર્ગ - એક નિર્ણય તો આવી ગયો, પણ મોદી વિરુદ્ધ કેસ પર દેશભરના મુસલમાનોની નજર ટકી છે

ચૌદ વર્ષ, ત્રણ મહિના અને સત્તર દિવસ પહેલા ઉશ્કેરાયેલા ટોળાએ અમદાવાદમાં ગુલબર્ગ સોસાયટી નામની એક સોસાયટીની બિલ્ડિંગમાં આગ લગાવી દીધી હતી જેમા 69 લોકોના મોત થયા હતા. 
 
એ ઘટના માટે કોર્ટે 11 લોકોને આજીવન કેદની સજા સંભળાવી. એક આરોપીને 10 વર્ષની અને 12 આરોપીઓને સાત-સાત વર્ષના કેદની સજા આપવામાં આવી છે.  કોર્ટનો આ નિર્ણય ઐતિહાસિક છે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં જવલ્લે જ આવી તક આવી છે જ્યારે ધાર્મિક રમખાણો દરમિયાન થયેલ કત્લ-એ-આમના દોષીઓને સજા મળી હોય. 
 
આ કોઈ નાની સફળતા નથી કે ગુજરાતમાં 2002માં થયેલ હિંસા મામલામાં અત્યાર સુધી ડઝનથી વધુ કેસમાં સવા સોથી વધુ આરોપીને આજીવન કેદની સજા મળી ચુકી છે. બધા કેસમાં એ જાહેર થયુ છે કે અનેક દોષી લોકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેના ઘટક જેવા કે ભારતીય જનતા પાર્ટી, બજરંગ દળ અને વિશ્વ  હિન્દુ પરિષદ સાથે જોડાયેલા હતા. 
 
આ દોષીઓમાં સૌથી ચર્ચિત ગુજરાતની પૂર્વ મંત્રી માયા કોડનાની છે. જેણે 91 લોકોના નરસંહારના આરોપમાં 28 વર્ષની સજા પહેલા સંભળાવી ચુકાઈ છે. તો શુ ગુજરાતના રમખાણ પીડિતોને કોર્ટ તરફથી ન્યાય મળી રહ્યો છે ? સામાજીક કાર્યકર્તા તીસ્તા સીતલવાડનુ માનવુ છે કે કોર્ટનો નિર્ણય નિરાશ કરે છે.  થોડીવાર પહેલા જ તેમણે મુંબઈથી ફોન પર કહ્યુ, "કોર્ટે સજા જરૂર સંભળાવી છે પણ એવુ કહીને કેસને કમજોર કરી દીધો છે કે આગચંપી કરનારાઓએ ષડયંત્ર નહોતુ રચ્યુ." 
 
તીસ્તાની સંસ્થા સિટિજેંસ ફોર જસ્ટિસ એંડ પીસ એ પીડિતોની મદદ કરતા છેલ્લા 14 વર્ષમાં અનેક કેસ લડ્યા છે.  તેમની કોશિશોને કારણે જ સર્વોચ્ચ ન્યાયાલયે અનેક કેસ પોતાની નજર હેઠળ ચલાવ્યા. કેટલાક કેસ ગુજરાતની બહાર મોકલવામા આવ્યા. જેના કારણે તીસ્તાનો ભાજપા અને આરએસએસ સાથે છત્રીસનો આંકડો રહ્યો છે. એક દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે સીજેપીનો વિદેશી ડોનેશન લેવાનુ લાઈસેંસ રદ્દ કરી દીધુ.  ગુજરાત સરકારે તીસ્તા પર પીડિતો પાસેથી જમા કરવામાં આવેલ રાશિનુ ગમન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમની ધરપકડ પર હાલ સર્વોચ્ચ કોર્ટે રોક લગાવી છે. ગુજરાત રમખાણોને કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક  વર્ષોથી તીસ્તાના નિશાના પર છે. 
2002માં જ્યારે રાજ્યમાં થયેલ રમખાણોમાં એક હજારથી વધુ મુસલમાન માર્યા ગયા હતા ત્યારે નરેન્દ્ર મોદી ત્યાના મુખ્યમંત્રી હતા. ગુલબર્ગ સોસાયટીના જે મકાનમાં આગ લગાવવામાં આવી હતી તે એહસાન જાફરી કોંગ્રેસના પૂર્વ સાંસદની હતુ. 
 
આગમાં મરનારાઓ તેમને ત્યા શરણ મેળવવા આવેલ ગભરાયેલા મુસલમાન હતા. જેમા સ્ત્રીઓ અને બાળકો પણ હતા. જ્યારે જાફરીની વિધવા જાકિયાએ આરોપ લગાવ્યો કે મોદીએ જાણીજોઈને રમખાણો કરાવ્યા તો સર્વોચ્ચ ન્યાયાલયે વિશેષ પોલીસ ટીમની રચના કરીને તપાસ કરાવી. 
 
2012માં આ ટીમે મોદી વિરુદ્ધ આરોપોને બેબુનિયાદ કહી દીધા. ત્યારબાદ ધારણા બની ગઈ છેકે સર્વોચ્ચ ન્યાયાલયે મોદીને રમખાણો થવા દેવાના આરોપમાંથી મુક્ત કરી દીધા છે. પણ આ ધારણા ખોટી છે. 
 
તપાસ ટીમ જરૂર સર્વોચ્ચ ન્યાયલયે બનાવી પણ તેની રિપોર્ટ નીચલી કોર્ટમાં જમા થઈ હતી.  એ રિપોર્ટ વિરુદ્ધ જકિયા જાફરીની અપીલ ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં સાંભળવામાં આવી રહી છે.  ત્યાથી જે પણ નિર્ણય થશે ત્યારબાદ જ રિપોર્ટ સર્વોચ્ચ ન્યાયાલય સામે આવશે. 
 
ગુલબર્ગ સોસાયટીના હત્યાકાંડનો નિર્ણય ભલે આવી ગયો છે, પણ મોદી વિરુદ્ધ જાકિયા જાફરીનો કેસ હજુ બાકી છે. દેશભરના મુસલમાનોની નજર એ કેસ પર ટકી છે.  તેનુ પરિણામ આવવામાં ભલે કેટલા પણ વર્ષ લાગી જાય.