Widgets Magazine
Widgets Magazine

ગુજરાતના સીએમ કોણ બનશે ? કોઈ રીપીટ નહીં થાયની ચર્ચાઓથી નેતાઓમાં ગભરાટ

મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (17:25 IST)

Widgets Magazine
cm of gujarat


આગામી સમયમાં ગુજરાત વિઘાનસભાની ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક સમીકરણો બહુ ઝડપથી બદલાઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં નિયત સમયને હજી ખાસ્સી વાર હોવા છતાં ગુજરાત ભાજપની ટોચની નેતાગીરીને વહેલી ચૂંટણી યોજાઈ શકે તેવો સંદેશો ભાજપ હાઈકમાન્ડ તરફથી મળી ગયો છે તેની સાથે ગુજરાત ભાજપમાં મોટા ફેરફારની શક્યતા જોવામાં આવી રહી હોવાનું ભાજપના ટોચના નેતાએ જણાવ્યુ છે. નેતાઓએ ખાનગી ચર્ચામાં એવું પણ કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઉનાળાના વેકેશન દરમિયાન લગભગ નક્કી થઇ છે. માર્ચ થી મે 2017નાં મહિના વચ્ચે ચૂંટણી થાય તેના માટે ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે.

બીજી તરફ હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે રીપીટ કરવાના મુડમાં ભાજપની નેતાગીરી નથી  કારણ કે તેઓ મુખ્યમંત્રી તરીકે અપેક્ષીત પરિણામ આપી શક્યા નથી. તેના કારણે ભાજપે નવા મુખ્યમંત્રી તરીકે નવા ચહેરાની શોધ શરૂ કરી છે.  આ ઉપરાંત 2017ની ચૂંટણીમાં અમીત શાહ ઝંપલાવશે નહીં, તેના બદલે તેઓ પોતાની નારણપુરા બેઠક ખાલી કરી, તેમના સ્થાને શંકર ચૌધરીને નારણપુરા બેઠક ઉપર મુકવામાં આવશે. 

તેવી જ રીતે નાયબ મુખ્યમંત્રી સાબરમતી બેઠક ઉપરથી ચૂંટણી લડશે. જ્યારે આનંદીબહેન પટેલ પણ  વિધાનસભાને અલવીદા કરશે અને તેમની ઘાટલોડીયા બેઠક ઉપર અનાર પટેલને ટીકીટ આપવાનું લગભગ નક્કી છે. અમીત શાહના પુત્ર જય શાહને પણ એક તબ્બકે વિધાનસભામાં લાવવાની વિચારણા હતી,  અમીત શાહ આગામી 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં હાલમાં અડવાણી જ્યાંથી ચુટણી લડી રહ્યાં છે તે ગાંધીનગરની બેઠક ઉપરથી ચૂંટણી લડી ભાજપને કેન્દ્રમાં ફરી સત્તા મળે તો મંત્રીમંડળમાં ગૃહ વિભાગનો હવાલો સંભાલી શકે છે. જ્યારે આનંદીબહેન પટેલે આવનાર સમયમાં રાજયપાલ પદ અથવા મેં મહિનામાં ખાલી પડી રહેલી ઉપરાષ્ટ્રપતિ પદ સોંપવામાં આવે તેવી પણ સંભાવના છે. આમ ગુજરાત ભાજપમાં અનપેક્ષીત ફેરફારના એંધાણ મળી રહ્યા છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતના સીએમ કોણ બનશે ? ગુજરાત કોઈ રીપીટ નહીં ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

નોબેલ વિજેતાઓ સાયન્સ સિટી ખાતે વિદ્યાર્થીઓ સાથે પરામર્શ કરશે, જુઓ કોનો સમાવેશ થાય છે.

તા 9મી જાન્યુઆરી 2017થી ભારતમાં વિજ્ઞાનમાં રુચી સતેજ કરવાના પાંચ દિવસના અનોખા કાર્યક્રમનો ...

news

રાજ્યભરમાં ૧૪મી જાન્‍યુઆરીથી ઉજવાશે પ્રાણી કલ્‍યાણ પખવાડિયું

રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા દર વર્ષે જાન્‍યુઆરીના બીજા પખવાડિયામાં ૧૪મી જાન્‍યુઆરીથી તા. ...

news

અમદાવાદમાં RBI દ્વારા નાણા બદલી આપવાનો ઈનકાર, લોકોનો હોબાળો

સરકાર નોટબંધીને લઈને ખોટા નાટકો કરી રહી છે કે અધિકારીઓ લોકોને હેરાન કરવાના નવા પેંતરા ...

news

લોકો અંઘારામાં મોદી અજવાળામાં , ગાંધીનગરમાં પીએમના રૃટમાં ૪૦૦ હાઇમાસ્ક લાઇટો લગાવાશે,

વાઈબ્રન્ટ સમિટને અનુલક્ષી ગાંધીનગર પણ વાઇબ્રન્ટ થઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine