બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 30 એપ્રિલ 2015 (15:48 IST)

ભારતીય નૌસેના પોરબંદરમાં પોતાનું નવું મથક બનાવશે

ગુજરાતના દરિયામાં પડોશી રાષ્ટ્ર પાકિસ્તાનની ગતિવિધિઓ વધતા ભારતીય નૌસેનાએ પોરબંદરમાં પોતાનું નવું મથક બનાવશે. નૌસેના અહીં કોસ્ટગાર્ડ અને ગુજરાત મેરિટાઈમ બોર્ડ સાથે મળીને કામ કરતું હતું. અહીં યુદ્ધ વિમાનો અને યુદ્ધ સામગ્રી પણ રાખવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અરબસાગરમાં ગત ૩૧મી ડિસેમ્બરના રોજ પાકિસ્તાની બોટ નજરે પડી હતી. આ બોટને તેમાં સવાર શખસોએ વિસ્ફોટ કરીને ઉડાવી દીધી હતી. તેમજ તાજેતરમાં કોસ્ટગાર્ડે એક બોટમાં સવાર આઠ પાકિસ્તાનીઓને માદક દ્રવ્યો સાથે ઝડપી લીધા હતા. આમ ભારતીય દરિયામાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનની શંકાસ્પદ ગતિવિધિઓમાં વધારો થયો છે. જેથી દરિયાઈ સુરક્ષા વધારવા માટે સરકાર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવી રહ્યા છે. પોરબંદરમાં હાલ નૌસેનાનું મથક છે. અહીં નૌસેના કોસ્ટગાર્ડ અને ગુજરાત મેરિટાઈમ બોર્ડ સાથે મળીને કામગીરી કરે છે પરંતુ દરિયાઈમાં પડોશી રાષ્ટ્રની શંકાસ્પદ ગતિવિધિ વધતા દરિયાઈ સુરક્ષા વધારવામાં આવી રહી છે. જેથી પોરબંદરમાં ભારતીય નૌસેનાના નવા મથકનો આગામી ૯મી મેના રોજ આરંભ કરવામાં આવશે. આ મથકનું નામ આઈએનએસ સરદાર વલ્લભભાઈ પટેલ આપવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય રક્ષા પ્રધાન મનોહર પરિકર કરશે. આ ભારતીય નૌ-સેનાનું પરિપૂર્ણ મથક હશે. અહીં યુદ્ધ જહાજ અને યુદ્ધની સામગ્રી પણ રાખવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં નૌસેનાનું બીજુ મથક હશે જેનું રાજકીય મહાનુભાવના નામ પર રાખવામાં આવ્યું છે. આ પહેલા કોલકત્તા સ્થિત ભારતીય નૌ સેના મથકનું નામ આઈએનએસ નેતાજી સુભાષ રાખવામાં આવ્યું હતું.