ગુજરાત મુલાકાત વખતે જયલલિતા માટે સ્પેશિયલ 8 લાખની ખુરશી બનાવાઈ હતી.

મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (14:59 IST)

Widgets Magazine
jaya modi


તમિલનાડુના મુખ્યપ્રધાન જયલલિતા સાથે ભાજપ અને NDAને દુશ્મનાવટ હતી, પરંતુ  નરેન્દ્ર મોદી સાથે ખાસ દોસ્તી હોવાના કારણે 2007માં ગુજરાતમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના શપથવિધિમાં જયલલિતાએ ખાસ હાજરી આપી હતી. તે સમયે ગુજરાત આવેલા જયલલિતા પોતાની સાથે આખી ટીમ લાવ્યા હતા. તેમના માટે ખાસ ખુરશી બનાવવામાં આવી હતી. જેની ડિઝાઇન જયલલિતા દ્વારા આપવામાં આવી હતી. આ ખુરશીની કિંમત આશરે આઠ લાખ રૂપિયા જેટલી હતી. શપથવિધિમાં જયલલિતા અમદાવાદ આવ્યા ત્યારે તેમના માટે એક આખી હોટલ બુક કરવામાં આવી હતી. તેમના આગમન અગાઉ એક અઠવાડિયા પહેલાં જયલલિતાની વ્યવસ્થા માટેની એક ટીમ ચેન્નાઇથી અમદાવાદ આવી હતી. આ ઉપરાંત જયલલિતાની ટ્રાન્સપોટેશન માટેની ખાસ ગાડી પણ એક અઠવાડિયા પહેલાં અમદાવાદ આવી ગઇ હતી. આ ગાડીમાં જયલલિતાની ખુરશી ઉપરાંત તેમની વેનિટી વાન જેવી તમામ સગવડો હતી. જયલલિતાને સાંધાના દર્દની તકલીફ હતી, એટલે જ તેમના માટે સાગનાં લાકડાની બનેલી ખાસ ખુરશી ડિઝાઇન કરવામાં આવી હતી. આ ખુરશી દિલ્હીનાં તમિલનાડુ ભવનમાં મૂકવામાં આવતી. દિલ્હીની મુલાકાત દરમિયાન જયલલિતા જ્યાં-જ્યાં જાય ત્યાં આ ખુરશી સાથે લઇને જતાં હતાં. પછી તે વિજ્ઞાન ભવનમાં યોજાનારી બેઠક હોય કે પછી સંસદની લાઇબ્રેરી કે પછી રાષ્ટ્રપતિ ભવન. દિલ્હીમાં તેમની મુલાકાતનાં કાર્યક્રમો પછી આ ખુરશી પાછી તમિલનાડુ ભવન મોકલી દેવામાં આવતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Live update - અલવિદા તમિલનાડુની 'અમ્મા' ને, મોદી ચેન્નઈ પહોચ્યા,અંતિમ સંસ્કાર સાંજે 4.30 વાગ્યે

થોડા મહિનાથી બીમાર ચાલી રહેલ જયલલિતાનુ સોમવારે મોડી રાત્રે અપોલો હોસ્પિટલમાં નિધન. શુ ...

news

સરકાર શાંતિ ના આંદોલનને સ્વકારવા તૈયાર નથી ત્યારે હવે અમે તીર કામઠા લઇ નીકળીશુ

કેવડિયામાં 143 દિવસથી ઉપવાસ પર બેઠેલા 70 વર્ષીય ડેમ અસરગ્રસ્તનું રવિવારે મોત થતા સાંજે ...

news

જયલલિતાના નિધન પર તમિલનાડુ શોકમય (જુઓ તસ્વીરોમા)

તમિલનાડુ સરકારે સોમવારે રાત્રે મુખ્યમંત્રી જયલલિતના નિધનને ધ્યાનમાં રાખતા ગઈકાલથી સાત ...

news

અમદાવાદમાં જયલલિતાના નિધનથી તામિલોમાં આક્રંદ, સાંજે શોકસભા

અલગ અલગ રાજ્યોમાં રહેતા લોકોએ પણ તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ગુજરાતમાં જોઈએ તો ...

Widgets Magazine