શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2017 (16:08 IST)

પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે એન્જિનિયરો પણ લાઈનમાં

લોક રક્ષક જવાનની નોકરી મેળવવા માટે સામાન્ય રીતે 12મા ધોરણ સુધીનું જ ભણતર જોઈએ છીએ પરંતુ હાલમાં અમદાવાદમાં ચાલતા ભરતીમેળામાં અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. રૂ. 11300ની ફિક્સ પગારની નોકરી માટે એન્જિનિયર્સ, રિસર્ચ સ્કોલર્સ સહિતની ઉચ્ચ ડીગ્રી ધરાવતા અનેક લોકોએ એપ્લાય કર્યું હતું.

લોક રક્ષક જવાન (LRJ)ને શરૂઆતમાં રૂ. 11300નો ફઇક્સ પગાર મળે છે. અને પાંચ વર્ષની સર્વિસ પછી તેમને ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે સેવામાં લેવામાં આવે છે. પાંચ વર્ષ સુધી તેમને પોલીસકર્મીઓને મળે તેવા કોઈપણ લાભ મળતા નથી. તેમને આ પાંચ વર્ષ દરમિયાન પ્રિવિલેજ લીવ અને કેઝ્યુલ લીવ જેવી હક રજાઓ પણ મળતી નથઈ. તેમને મહિને માત્ર ચાર દિવસની રજા મળે છે.

ગુજરાતમાં નોકરીની અપૂરતી તકોને કારણે રાજ્યના ભણેલા ગણેલા યુવાનો પણ LRJની પોસ્ટ માટે એપ્લાય કરી રહ્યા છએ. 33 વર્ષીય હર્ષદ જાદવ પાસે એમ.કોમ અને એલએલબીની ડીગ્રી છે. તે જણાવે છે, "હું ત્રણ મહિનાનો હતો ત્યારે જ મેં મારા પિતાને ગુમાવી દીધા હતા. મારી મમ્મીએ અમારો ઉછેર કરવા ઘણી મહેનત કરી છે. મારી પાસે હજુ સુધી કોઈ નોકરી નથી આથી હું અહીં મારું નસીબ અજમાવવા આવ્યો છે."
રાજ્ય પોલીસના આ સૌથી મોટા ભરતી મેળામાં 17,532 લોકરક્ષકની પોસ્ટ માટે કુલ 5.79 લાખ યુવાનોએ અરજી કરી હતી જેમાંથી 1.34 લાખ યુવાનોએ લેખિત પરીક્ષા પાસ કરી છે. લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક જણાવે છે, "લેખિત પરીક્ષા પાસ કરનારા ટોપ 10 ઉમેદવારોમાંથી 4 એન્જિનિયર્સ છે. અમારી પાસે ભણેલા ગણેલા ઉમેદવારો પાસેથી ઘણી અરજી આવી રહી છે. ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત તો સિલેક્શન પ્રક્રિયાના અંતે જ જાણવા મળશે."
નિષ્ણાંતોના મતે આ પરિસ્થિતિ થોડી કઠિન છે. ગુજરાત પોલીસના એક વરિષ્ઠ અધિકારી જણાવે છે, "અગાઉ ભણેલા ગણેલા ઉમેદવારો DSPની પોસ્ટ માટે ડિરેક્ટ સિલેક્શનમાં અરજી કરતા હતા. છેલ્લા સાત વર્ષથી આવા યુવાનોને સબ-ઇન્સ્પેક્ટરની જોબ મળતી આવી છે. પરંતુ હવે ભણેલાગણેલા યુવાનોએ પણ કોન્સ્ટેબલના એન્ટ્રી લેવલથી પ્રવેશ મેળવવો પડે છે." જો કે પાછળથી ઘણા યુવાનો હાયર પોસ્ટ માટેની પરીક્ષા આપીને પ્રમોશન મેળવતા હોય છે.
ઘણા નિષ્ણાંતો આ ટ્રેન્ડને સરકારી નોકરી મેળવવા માટેના ગાંડપણ તરીકે પણ જોઈ રહ્યા છે. એક અધિકારી જણાવે છે, "સામાન્ય રીતે ગુજરાતીઓને વેપાર-ધંધો કરવામાં વધુ રસ પડે છે પરંતુ છેલ્લા એક દાયકાથી ગુજરાતીઓમાં પણ સરકારી નોકરીનો મોહ વધતો જાય છે." સ્ત્રીઓને 33 ટકા અનામત અપાઈ હોવાથી સરકારી નોકરીમાં સ્ત્રીઓની સંખ્યા પણ વધી છે.