શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 13 ઑક્ટોબર 2016 (14:19 IST)

અમદાવાદમાં લાગેલા પોસ્ટર્સમાં કેજરીવાલની આસારામ સાથે સરખામણી કરાઈ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આગામી 14મીથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવવાના છે, ત્યારે ઠેર-ઠેર તેમનો વિરોધ થઇ રહ્યો છે. આજે અમદાવાદના નવરંગપુરામાં આવેલી આપની ઓફિસની નીચે તથા અનેક જગ્યાએ અરવિંદ કેજરીવાલનો વિરોધ કરતાં પોસ્ટર્સ લગાડવામાં આવ્યા છે. જેમાં અરવિંદ કેજરીવાલની આસારામ સાથે સરખામણી કરવામાં આવી છે.

દિલ્હીની જનતાને મુર્ખ બનાવી ગુજરાતના લોકોને બેવકૂફ બનાવવા દિલ્હીના સીએમ આવી રહ્યાં છે, તેવા પોસ્ટર્સ નજરે પડી રહ્યાં છે.કેજરીવાલ 16મીએ વરાછાના યોગીચોકમાં સભા સંબોધશે, જેની તૈયારી આપના કાર્યકર્તાઓએ પૂરજોશથી શરૂ કરી છે. જોકે, કેજરીવાલની સભા અંગેના બેનર પર જ કેજરીવાલે વિસ્તારમાં પગ મૂકવો નહીં, તેવા બેનર લગાવવામાં આવ્યા હતા. સર્જિકલસ્ટ્રાઇકના પુરાવા માગીને આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિવાદનો મધપૂ઼ડો છેડ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા એવી આશંકા વ્યક્ત કરાઇ છે કે, કેજરીવાલના પ્રવાસ દરમિયાન તેમના પર કાંકરિચાળો અથવા તો હુમલો થઈ શકે છે. સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપનારા કેજરીવાલને 500 જૂતાં મારવા અને મોં પર શાહી ફેંકવાનો બ્રહ્મ પડકાર યુવા સંગઠને નિર્ધાર કર્યો છે