ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 8 ઑક્ટોબર 2016 (13:50 IST)

શહિદ પાટીદારોના પરિવારોને મળવા કેજરીવાલ ગુજરાતમા આવશે

આગામી 16મી ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટીના સંયોજક અને દીલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત ખાતે જાહેરસભા કરશે. પરંતુ કેજરીવાલે પોતાના પ્રવાસમાં ફેરફાર કરીને એક દિવસ વહેલા આવવાનો નિર્ણય કર્યો હોવાનું પાર્ટીના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવે જણાવ્યું છે. હવે કેજરીવાલ 15 ઓક્ટોબરના રોજ અમદાવાદ આવશે. અમદાવાદમાં તેમજ મહેસાણામાં પોલીસ દમનમાં માર્યા ગયેલા પાટીદારોના પરિવારોની મુલાકાત કરશે. ત્યાર બાદ ઉંઝા ખાતે આવેલા ઉમિયા માતાના મંદિરને જઈને દર્શન કરશે. 

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી પૂર્વે કેજરીવાલની પ્રથમ જાહેરસભા સુરત ખાતે થવા જઈ રહી છે. 2 હજારથી વધારે કાર્યકરો આ સભાને સફળ બનાવવા માટે સુરતની ગલીએ ગલીએ  બેનરો લગાવી રહ્યા છે. 9 ઓક્ટોબરના રોજ રેલીના પ્રચાર માટે વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દીલ્હી સરકારના કેબીનેટ મંત્રી કપિલ મિશ્ર સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ભાગ લેશે. 'આપ'ના ગુજરાતના પ્રભારી ગુલબાસિંહ યાદવે અમિત શાહ પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે,  શહીદ પરિવારોના દુ:ખમાં સાથ આપવાને બદલે પોસ્ટર્સ લગાવીને સેનાનું અપમાન કરે છે. ભાજપ કેજરીવાલના નિવેદનનો અલગ રીતે ઉપયોગ કરીને ગંદી રાજનીતિ કરે છે.  કેજરીવાલ 14મી તારીખે ગુજરાત આવશે અને સીધા ઊંજા ઉમિયામાતાના દર્શન કરવા જશે. પાટીદાર કૂળદેવીના આશીર્વાદ લીધા બાદ તેઓ મહેસાણામાં પાટીદાર શહીદ યુવાનોના પરિવારને મળશે. જ્યારે 15મી અમદાવાદમાં શહીદ યુવાનોના પરિવારને મળશે. ગુજરાત આવેલા કેજરીવાલ પાટીદારોના ગઢ સુરત જવાનું ચૂકશે નહીં. અહીં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પાટીદારો આગેવાનો સાથે બેઠક કરશે.