ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2017 (10:30 IST)

ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ - જાણો હવે પછી 4 દિવસ યોજાશે ક્યા કાર્યક્રમ ?

18 જાન્યુઆરી: સવારે 8 થી 12 અને બપોરે 2 થી 5 સુધી 21 કુંડનો મહા હવન થશે. બપોરે 12 થી 5 વાગ્યા સુધી લોકડાયરો યોજાશે. જેમાં ભીખુદાન ગઢવી, કિર્તિદાન ગઢવી, અલ્પા પટેલ, ઉર્વશી રાદડિયા સહિતના કલાકારો હાજર રહેશે.

    19 જાન્યુઆરી: સવારે 8 થી 12 અને બપોરે 2 થી 5 સુધી 21 કુંડનો મહાહવન તેમજ સથવારો રાધે શ્યામનો કાર્યક્રમ છે.
     ગુજરાત સમાચાર, ગુજરાતી ન્યુઝ, ગુજરાતી સમાચાર, તાજા સમાચાર, ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર, ગુજરાતી સ્થાનિક સમાચાર, પાકિસ્તાન આતંકવાદ, ભારતીય સૈનિક, બ્લેક મની કેશલેસ ઈકોનોમી,  પેટીએમ,  બેંકોમાં લાઈન, મંદી, નરેન્દ્ર મોદી,  ભારત-પાક બોર્ડર,  Paytm, Notebandhi News, Sensex, Money Control, Local News, Gujrat Samachar, Gujrati Samasar, Ahmedabad News, Surgical Strike, Gujarat News
20 જાન્યુઆરી: ભારતીય ઉત્સવો તેમજ વિવિધ ક્ષેત્રે પટેલ જ્ઞાતિએ આપેલા યોગદાનને ઉજાગર કરતો ડ્રામા અને ઓડિયો વિઝ્યૂઅલનો કાર્યક્રમ છે.

21 જાન્યુઆરી: સવારે 5.30થી 6.30 પ્રાણપ્રતિષ્ઠા વિધિ, 21 મહાઆરતી, ગરબા અને સમૂહ રાષ્ટ્રગાન બાદ મહા ધર્મસભાનું આયોજન કરેલ છે.

ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મોટો નેતાઓ પણ આવે તેવી શક્યતા છે. જેના કારણે પાંચ હેલિપેડ બનાવવામાં આવ્યા છે. મૂર્તિની પ્રતિષ્ઠા વખતે પુષ્ય વર્ષા કરવા પાટીદારોએ કેટલાંક હેલિકોપ્ટર ભાડે રાખ્યા છે. આ મહોત્સવમાં 50 લાખથી વધારે શ્રદ્ધાળુઓ અહીં આવે તેવી શક્યતા છે. ત્યારે મોટી સંખ્યામાં સ્વયંમ સેવકો અહીં ખડે પગે રાત દિવસ તહેનાત રહેશે.


ખોડલધામ મંદિરે પાંચ દિવસ સુધી અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તમામ કાર્યક્રમો સાંજના 6 સુધીમાં પૂરા કરી લેવામાં આવશે. સાંજના 6 વાગ્યા બાદ કોઈપણ કાર્યક્રમ રાખવામાં આવ્યાં નથી. સુરક્ષામાં રખાયેલા સ્વયંસેવકો અને અન્ય આગેવાનો જ રાત્રિ દરમિયાન ખોડલધામ સંકુલમાં રહેશે.