શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 29 ઑગસ્ટ 2016 (18:16 IST)

કચ્છના દંપત્તિએ વડવાળા મંદિરે બાળક અર્પણ કરવાની માનતા પુરી કરી

પરંપરાઓ અને ધાર્મિક શ્રદ્ધાઓનો ગુજરાતમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં હવે કોઈ ટોટો રહ્યો નથી. ગુજરાતમાં બાળકને મંદિરમાં અર્પણ કરવાની એક પરંપરા પણ હવે જગજાહેર થઈ ગઈ છે એટલે કે આસ્થાનું કેન્દ્ર બની ગઈ છે. રાજ્યના મૂળી તાલુકાના દુધઇ ગામે આવેલ રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા વડવાળા મંદિરે અનોખી પરંપરા ચાલી આવે છે. અહીં જે દંપતિને બાળકો ન થતા હોય તેમને આસ્થારૂપે બાળક અર્પણ એટલે લીલા નાળીયરની બાધા રાખવાથી પુત્ર પ્રાપ્તી થતી હોવાની માન્યતા છે. આથી જ કચ્છના એક પરિવારે એક વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કરાતા મોટી સંખ્યામાં સેવકો અને ભક્તો ઉમટી પડયા હતાં. અત્યાર સુધીમાં 251 જેટલા બાળકો અહીં આવી ચૂકયા છે. અને ઉચ્ચઅભ્યાસ મેળવી રહ્યાં છે.
 
 મૂળી તાલુકાના દુધઇ ગામે આવેલ પ્રાચીન વડવાળા દેવની જગ્યા ભારતભરમાં લાખોની સંખ્યામાં રબારી સમાજના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. અને અહીં છેલ્લા ઘણા સમયથી બાળકો અર્પણ કરવાની એટલે લીલા નાળીયેરની પરંપરા ચાલી આવે છે. આ પરંપરા અનુસાર જે દંપતિને સંતાન ન થતુ હોય ત્યારે વડવાળા દેવની જગ્યામાં બાળક અર્પણ કરવાની બાધા રાખવામાં આવે છે. અને તેમની મનોકામનાં પૂર્ણ થતા જ પરિવાર દ્વારા અહીં બાળક અર્પણ કરાય છે.
 
તાજેતરમાં જ કચ્છના ભચાઉ ગામના ગોવાભાઈ આર. રબારીએ પોતાના બાળક રામદાસને અર્પણ કર્યો હતો. આ બાળક મંદિરમાં રહી ઉચ્ચશિક્ષણ સાથે ધાર્મિક સંસ્કારો, સેવા, ત્યાગ સહિતના પાઠ ભણાવવામાં આવશે. અને તેના માતા-પિતા તેને ગમે ત્યારે મળી શકે છે. અને જ્યારે બાળક યુવાન થાય ત્યારે તેને પૂછવામાં આવે છે કે તેને સાધુ થવુ છે કે સંસારમાં જવુ છે.બાળકની મરજી મુજબ તે કોઇપણ રસ્તો અપનાવી શકે છે.