ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 20 ઑગસ્ટ 2016 (14:29 IST)

કચ્છી અસ્મિતાનો સાક્ષી.- કચ્છનો લખપત કિલ્લો ખંડેર હાલતમાં

સત્તરમી સદીના અંત અને અઢારમી સદીના પૂર્વાર્ધની કચ્છની અસ્મિતાનો સાક્ષી રહેલા  પર એક સમયે લખપત બંદર પર 84 દેશોના વાવટા  ફરકતા હતા. પરંતુ આજે લખપત બંદર સુમસામ ભાસી રહ્યું છે.  જ્યારે ભવ્ય ઈતિહાસ ધરાવતો લખપત કિલ્લો આજે જર્જરિત અને ઉજ્જડ થઇ રહ્યો છે અને લખપત કિલ્લો તૂટી રહ્યો છે. અનેક પ્રવાસીઓ લખપત કિલ્લો જોવા માટે આવી રહ્યા છે. રાજય સરકાર પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસન સ્થળ તરીકે કોઈપણ જાતનો વિકાસ કરવામાં આવ્યો નથી. કિલ્લાના મોટા ભાગના દરવાજા પણ તૂટી ગયા છે. જયારે દીવાલો પર જર્જરિત થઇ રહી છે. કિલ્લા ચારે બાજુ બાવળિયાનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. આજે લખપત કિલ્લો ઉજ્જડ અને વેરાન બની રહ્યો છે.  ઇ.સ. 1851 પહેલા કચ્છ લખપત બંદર પર સિંધુ નદીના વહેણ વહેતા હતા. જેના કચ્છનું લખપત બંદર જાહોજલાલી અને તે સમયનું સમૃદ્ધ બંદર માનવામાં આવતું હતું. સમૃદ્ધ બંદરના રક્ષણ માટે લખપતના કિલ્લાનો અઢારમી સદીમાં રાવ લખપતજીએ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ ઐતિહાસિક કિલ્લો 7 કિલોમીટર પથરાયેલો છે . જેને બનાવતા 7 વર્ષ જેટલો સમયગાળો લાગ્યો હતો, પરંતુ 1819માં આવેલા ભૂકંપના લીધે આ બંદર પડી ભાગ્યું હતુ. હેરીટેજ ગણાતા લખપત કિલ્લાની જાળવણી માટે રાજય સરકાર નિષ્ફળ સાબિત થઇ છે. લખપત કિલ્લાના રીનોવેશન કરવામાં આવે તો હેરીટેજ ગણાતા લખપત કિલ્લા આગામી દિવસોમાં જીવંત રાખી શકાય તેમ છે. ત્યારે રાજય સરકાર કિલ્લાની જાળવણી માટે ~યારે અને કેવા પગલા ભરે છે તે એક સવાલ છે.