બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated :અમદાવાદઃ , શનિવાર, 6 ફેબ્રુઆરી 2016 (16:34 IST)

મેં સરકાર પાસેથી લાભ નથી મેળવ્યો - અનાર પટેલના ચોંકવનારા ખુલાસા

નરેંદ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આનંદીબેન પટેલનાં દીકરી અનાર પટેલની કંપનીને ગીર અભયારણ્ય પાસે માત્ર 15 રૂપિયા પ્રતિ મીટરના ભાવે 250 એકર જમીન આપીને બહુ મોટું કૌભાંડ કરાયું હતું તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. જેનો આજે ફેસબૂક પર અનાર પટેલે ખુલાસો કર્યો છે. ફેસબૂક પર અનાર પટેલે લખ્યું છે કે, મેં સરકાર પાસેથી લાભ નથી મેળવ્યો. તેમણે એમ પણ લખ્યું છે કે, આ વિવાદિત કંપની સાથે મારે કોઈ લેવાદેવા નથી. અનાર પટેલ ફેસબૂક પર બીજી વખત પોસ્ટ મૂકી છે. આ પહેલાની પોસ્ટમાં લખ્યું હતું કે, હું અને મારા પતિ 22 વર્ષી સમાજ સેવા કરી રહ્યા છીએ.

ગઈ કાલે કૉંગ્રેસના પ્રવક્તા આનંદ શર્માએ આ કૌભાંડ બદલ આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપે એવી માગણી પણ કરી હતી. આ જમીનની ફાળવણી 2011માં થઈ હતી. એ વખતે આનંદીબેન પટેલ ગુજરાતની મોદી સરકારમાં મહેસૂલ પ્રધાન હતાં.

અનાર પટેલ ગીર અભયારણ્ય પાસે કુલ 400 એકર જમીન ધરાવે છે. આ પૈકીની 250 એકર જમીન મોદી સરકારે સાવ પાણીના ભાવે આપી હતી તેવો આક્ષેપ કરતો એક અહેવાલ ધ ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રસિધ્ધ થયો તેના પગલે કોંગ્રેસે આ પત્રકાર પરિષદ બોલાવી હતી.

અનાર પટેલે ફેસબુક પેઈજ પર પોસ્ટ કરતા લખ્યુ છે કે અનિલ ઈનફ્રાપ્લસ, પાર્શ્વટેક્સકેમ અને WWRRPL (વાઈલ્ડવુડ્સ રિસોર્ટ એંડ રિયલ્ટી પ્રાઈવેટ લિમિટેડ)ની હુ ડાયરેક્ટર નથી કે તેની શેરહોલ્ડર નથી. મારે WWRRPL સાથે કોઈ લેવાદેવા નથી. આ અંગે કોઈપણ વ્યક્તિ કે સરકારી ઓથોરિટી સાથે ચેક કરી શકે છે. ચોક્કસ દક્ષેશભાઈ મારા બિઝનેસ પાર્ટનર છે પણ તેનો મતલબ એ નથી થતો કે તેમની દરેક કંપનીમાં હુ હોઉ. તે પોતાના બળે ઉભા થયેલા બીઝનેસમેન છે અને 22 વર્ષથી વેપાર કરે છે. અમે 7 વર્ષ પહેલા રીટેઈલ અને સર્વિસ ક્ષેત્રમાં અને અનાર પ્રોજેક્ટ્સ નામની કંપની શ અરૂ કરી હતી.  અમે ક્યારેય કોઈ સરકારી સંગઠન તરફથી મદદ મેળવી નથી.  અમે દરેક રીતે કાયદા અને નિયમોને અનુસરીએ છીએ. માત્ર અનુમાનો પર મારી પર વ્યક્તિગત હુમલા થઈ રહ્યા છે. જે નિરાશાજનક છે. હુ કોઈની મદદ લેવામાં માનવાને બદલે મારી નૈતિક તાકાત પર વિશ્વાસ રાખુ છુ. 
 
ઈકોનોમિક ટાઈમ્સ જેવા છાપા અને બીજા મીડિયામાં જમીન ખરીદવાના વિવાદ મામલામાં પોતાનુ નમ સામે આવ્યા પછી અનાર પટેલે આ બીજીવાર પ્રતિક્રિયા આપી છે. આ અગાઉ શુક્રવારે પણ અનાર પટેલે ફેસબુક પેઈજ પર લખ્યુ હ્તુ કે મે અને મારા પતિએ 22 વર્ષ સમાજ સેવા કરી છે. મારા પતિએ સ્વચ્છતા માટે સમગ્ર જીવન સમર્પિત કર્યુ છે. પરિવાર ચલાવવા માટે મે ફાઈનાંસ અને માર્કેટિંગમાં એમબીએ કર્યુ  અને વેપારમાં આવી ગઈ.  હુ માનુ છુ કે નૈતિકતા અને પ્રમાણિકતાપૂર્વક વેપર કરવો તે દરેકનો હક્ક છે.  મે આજ સુધી દરેક કામ યોગ્ય રીતે કર્યુ છે.   આવા સમયે જ્યારે નૈતિકતાના સવાલો ઉભા કરે છે ત્યારે દુખ થાય છે. સત્યની હંમેશા જીત થાય છે. 

આ અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારે 2010-11માં વાઈલ્ડવુડ્સ રીસોર્ટ્સ એન્ડ રીયલ્ટીઝને આ જમીન ફાળવી હતી. વાઈલ્ડવુલ્ડ્સ રીસોર્ટ્સના પ્રમોટર તરીકે દક્ષેશ શાહ તથા અમોલ શ્રીપાલ શેઠ છે. દક્ષેશ શાહ અનાર પટેલની કંપની અનાર પ્રોજેક્ટ્સમાં 50 ટકા ભાગીદાર છે. અનાર પટેલની કંપની રેલિશ ફાર્માસ્યુટિકલ્સમાં પણ શાહ જોઈન્ટ-પ્રમોટર છે. વિલ્ડવુડ્સ રીસોર્ટ્સની સહ માલિકી દક્ષેશ શાહની કંપની પાર્શ્વ ટેક્સકેમની છે. ટેક્સકેમ કંપની રેલિશ ફાર્મામાં પણ મોટો શેર ધરાવે છે.
અનાર પટેલ તથા દક્ષેશ શાહ રેલિશ ફાર્મા ઉપરાંત ટ્વેટી ફોર બાય સેવન ફિટનેસ તથા અનાર પ્રોજેક્ટ્સમાં ભાગીદાર છે. આ અખબાર દ્વારા આ મુદ્દે દક્ષેશ શાહનો સંપર્ક સધાયો ત્યારે તેમણે એવું કહ્યું હતું કે તેમની કંપની વાઈલ્ડવુડ્સ તથા અનારની કંપનીઓ વચ્ચે કોઈ વ્યવહાર થયા નથી પણ  આ અહેવાલમાં કરાયેલા દાવા પ્રમાણે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં રજૂ કરાયેલા ડોક્યુમેન્ટ્સ દર્શાવે છે કે ગુજરાત સરકારે ગીર અભયારણ્ય પાસેની જમીન ફાળવી એ વખતે વાઈલ્ડવુડ્સ રીસોર્ટ્સ તથા અનાર પટેલની કંપનીઓ વચ્ચે મોટા પ્રમાણમાં નાણાંકીય વ્યવહાર થયા હતા.

વાઈલ્ડવુડ્સ રીસોર્ટ્સે જે પ્રકારના પ્રોજેક્ટ માટે જમીન ફાળવાઈ તેવા પ્રોજેક્ટનો કંપનીને કોઈ અનુભવ નહીં હોવા છતાં કઈ રીતે કંપનીને જમીન ફાળવાઈ તે અંગે પણ આ અહેવાલમાં સવાલ ઉઠાવાયા છે.