ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 17 નવેમ્બર 2016 (13:35 IST)

નોટબેનના લીધે વિરાટ કોહલીને રાજકોટમાં બિલ આપવામાં મુશ્કેલી પડી હતી

રાજકોટમાં ખરેખર તો હોટેલ બિલ્સ ચૂકવતી વખતે મે ચૂકવણા માટે જૂની નોટ કાઢી ત્યારે હું સાવ ભૂલી ગયો હતો કે હવે ચલણ અમલમાં નથી તેમ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વિશાખાપટ્ટનમ ખાતેની પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું. જો કે તેણે નોટો રદ કરવાના સરકારના નિર્ણયનું સમર્થન કર્યું હતું. તેણે એમ પણ કહ્યું કે, ખરેખર તો નોટો મારે સહી (ઓટોગ્રાફ) કરીને લોકોને આપવાની જરૂર હતી. કારણ કે નોટો હવે સાવ નકામી બની ગઇ છે. 500 અને 1000ની નોટો બંધ કરવાની અસર રાજકોટના ટેસ્ટ મેચ પર થઇ હતી. ટેસ્ટ મેચ શરૂ થવાના આગલા દિવસે સરકારે મોટી નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. જેમાં રાજકોટમાં સૌપ્રથમ વખત યોજાઇ રહેલી ટેસ્ટમાં પણ દર્શકોની હાજરી ભારે પાંખી રહી હતી. જેના પરથી આંધ્ર ક્રિકેટ એસોસિએશન ધડો લઇને પ્રેક્ષકોની સંખ્યા વધારવા માટે વિવિધ પ્રયાસો કરી રહી છે. વિરાટ કોહલીએ રાજકોટમાં મોટી નોટને લઇને બિલ દેવામાં મુશ્કેલી નડી હતી. આ વાત તેણે વિખાશાપટ્ટનમમાં પ્રેસ કોન્ફરન્સમાં જણાવી હતી. ઇંગ્લિશ કોમેન્ટરી ટીમ સાથે રાજકોટ આવેલા ઇયાન બોથમ તેમજ પૂર્વ ઇંગ્લિશ કપ્તાન નાસિર હુસેને પણ રાજકોટમાં નોટ બંધ થવાની ઘટનાને પગલે ઊભી થયેલી લોકોની મુશ્કેલીને યાદ કરી હતી. તેમના જણાવ્યા મુજબ રાજકોટમાં બેંકોની બહાર લોકોની લાંબી લાઇનો રોજ જોવા મળતી હતી. શરૂઆતમાં અમને ખબર પડી કે શા માટે આવું છે, પરંતુ બાદમાં સાચી ખબર પડી. સવારમાં તો ઠીક રોજ હોટેલ પરત જતા સાંજના પણ લાંબી લાઇનો જોવા મળતી હતી. રાજકોટની અસર વિશાખાપટ્ટનમમાં પણ ખેલાડીઓ પર જોવા મળી હતી. ત્યાં જઇને પહેલા ખેલાડીઓ એક્સચેન્જની તપાસમાં હતા.