ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 5 સપ્ટેમ્બર 2016 (17:55 IST)

4 જ મહિનામાં ફેસબુક પર છવાઈ ગયા બાપુ, સોશ્યલ મીડિયાના માધ્યમથી પર્યુષણ, શિક્ષક દિન અને ગણેશોત્સવની શુભેચ્છા પાઠવી

ગુજરાતના રાજકીય નેતાઓમાં સોશ્યલ મીડિયામાં છવાઈ જવામાં વિધાનસભાના વિપક્ષ કોંગ્રેસના નેતા શ્રી શંકરસિંહ વાઘેલા નં. વન પર પહોંચી ગયા છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બીજા ક્રમે અને વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સોશ્યલ મીડિયાના ઉપયોગમાં ત્રીજા ક્રમે છે. બાપૂ માને છે કે, માણસ - માણસ વચ્ચે કોમ્યુનિકેશનમાં સોશ્યલ મીડિયા શકિતશાળી માધ્યમ છે. તેનાથી લોકો સાથે જીવંત સંપર્કમાં રહી શકાય છે.
 
બાપૂ ચાર મહિનાથી સોશ્યલ મીડિયામાં કાર્યરત થયા છે. માત્ર 4 જ મહિનામાં ફેસબુક પર તેમના ફોલોઅર્સનો આંકડો 4,03,425 સુધી પહોંચ્યો છે. તેઓ દર મંગળવારે પત્રકાર પરિષદ લાઈવ કરે છે. ફેસબુક પર લાઈવ પ્રેસ કોન્ફરન્સનો પ્રયોગ કરનાર તેઓ પ્રથમ ગુજરાતી નેતા છે. આજે સોશ્યલ મીડિયાના માધ્યમથી તેમણે પર્યુષણ, શિક્ષક દિન અને ગણેશોત્સવની શુભેચ્છા પાઠવી છે. તેઓ આ જ માધ્યમથી યુવાનો સાથે સંપર્ક સેતુ વધારવા પ્રયત્નશીલ છે. તેમનુ સોશ્યલ મીડિયાનું સંકલન પાર્થેશ પટેલ સંભાળી રહ્યા છે