શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 ડિસેમ્બર 2016 (13:05 IST)

નોટબંધીને લીધે મહિલાઓની કિટીપાર્ટીઓ બંધ થઇ ગઇ

નોટબંધીને લીધે ખાસ કરીને મહિલાઓએ બચતના નાણાંથી કરાતાં ખર્ચમાં ય કાપ મૂકી દીધો છે. શહેરોમાં મહિલાઓએ ઇવેન્ટથી માંડીને કિટીપાર્ટી સુધ્ધાંમાં જવાનું ટાળી રહી છે. ટૂંકમાં નોટબંધીએ મહિલાઓના ખર્ચ પર કાબૂ મેળવ્યો છે. સામાન્ય રીતે મહિલાઓ પોતાના માસિક બચત ખર્ચમાંથી સૌદર્ય પ્રસાધનોની ખરીદી કરતી હોય છે. રજાના દિવસોમાં મહિલાઓ સખીઓ સાથે હરવા ફરવા અથવા કોઇ સામાજીક-મનોરંજના કાર્યક્રમોમાં જતી હોય છે.આ ઉપરાંત પોતાના વસ્ત્રોથી માંડીને અન્ય ખરીદી પણ કરતી હોય છે. નોટબંધી બાદ આ તમામ ખર્ચ પર મહિલાઓએ જાણે કાપ મૂકી દીધો છે. બ્યુટી પાર્લરનું મહિલાઓએ માંડી વાળ્યું છે તો ઘણી મહિલાઓ સ્વખરીદીનું ટાળ્યું છે.શહેરમાં યોજીતી કિટીપાર્ટી પણ હવે ઘણી ઓછી થવા માંડી છે. સેલમાં ખરીદી કરવી મહિલાઓને ખૂબ જ ગમે છે પણ હાલમાં મહિલાઓએ સેલથી પણ મોં ફેરવી દીધું છે. આ કારણોસર બજાર-મોલ્સમાં મહિલાઓની ભીડ ઓછી જોવા મળી રહી છે. મહિલાઓએ સાડી-ચપલથી માંડીને સૌંદર્ય પ્રસાધનો ખરીદવાનું ઓછું કર્યું છે.આમેય, ગુજરાતી મહિલાઓ કરકસરમાં માહિર હોય છે. નોટબંધીએ ગુજરાતી મહિલાઓને વધુ કરકસર કરતી બનાવી દીધી છે.નોટબંધીને પગલે ગૃહિણીઓને રોકડ વ્યવહાર કરવું ઘણું જ અઘરૃ બન્યું છે.નોટો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે જેના લીધે શાકભાજીથી માંડીને જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓની ખરીદીમાં રોકડ વિના ગૃહિણીઓને તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે. નોટબંધીને લીધે સોસાયટીમાં આડોશીપાડોશીમાં ઉછીના નાણાં લેવા મજબૂર થવુ પડયું છે.અત્યારે તો લગ્ન હોય,સામાજીક પ્રસંગ હોય, સિનેમા જોવા જવું હોય કે,બ્યુટી પાર્લર જવુ હોય,મહિલાઓ ખર્ચ કરવા પર કાબૂ મેળવ્યો છે. નવી નોટો મળશે કે કેમ તેવી ભીતિમાં મહિલાઓ બચતના નાણાં વાપરતાં ય ખચકાઇ રહી છે.