મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 20 સપ્ટેમ્બર 2016 (15:26 IST)

ભાદરવામાં અષાઢી માહોલ, સૌરાષ્ટ્રમાં ઘોધમાર વરસાદ,અનેક ગામો થયા સંપર્કવિહોણા

ભાદરવામાં અષાઢી માહોલથી સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.  બીજા દિવસે પણ સાર્વત્રિક એકથી ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં સૌથી વધુ 6 ઈંચ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગિરસોમનાથ જિલ્લામાં મેઘસવારી ચાલુ રહી હતી. જેમાં જૂનાગઢ 2, ભેંસાણ 1, કેશોદ1, માળિયા હાટીના-મેંદરડા અડધો ઇંચ, વંથલી 1, વિસાવદર 3, ઉના 1 અને તાલાલા તેમજ ગિર જંગલમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. અમરેલી જિલ્લામાં અમરેલી, બગસરા, લાઠીમાં પા ઇંચ, ધારીમાં ઝાપટાં,જાફરાબાદમાં પોણો ઇંચ, ખાંભામાં અડધો ઇંચ, લીલીયા-રાજુલા 1.25ઇંચ અને સાવરકુંડલામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.

પોરબંદર જિલ્લાના કુતિયાણા 1 અને માધવપુર 3 ઇંચ પાણી પડ્યું હતું. પોરબંદર શહેરમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. તળાજામાં 3.5 ઈંચ વરસાદ પડ્યો હતો. જામનગર જિલ્લાના સાત તાલુકાઓમાં પણ અડધોથી દોઢ ઈંચ જેટલું પાણી વરસ્યું હતું.  પંચમહાલના ઉપરવાસમાં મેઘમહેર થતાં ઢાઢર નદીમાં પૂર આવતાં ડભોઇ તાલુકાનાં દંગીવાડા, મગનપુરા, પ્રયાગપુરા, નારણપુરા ગામ હાલ પુરની લપેટમાં આવી ગયાં છે અને તેમનો સંપર્ક તુટી ગયો છે. નદીકાંઠે આવેલી આશરે 300 વિઘા જેટલી જમીનમાં પાણી ફરી વળતાં તુવર, દિવેલાં અને કપાસનાં પાકને ભારે નુકસાન થયું છે. રાજુલાની દાતરડી ગામની નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેમાં ઉતરેલી ત્ર ભેંસો ધસમસતા પૂરમાં લાચાર બની હતી અને એક પછી એક ત્રણ ભેંસ પાણીમાં વહી ગઈ હતી