બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2016 (13:45 IST)

શ્રાવણ માસમાં સોમનાથ મંદિરની આવક સાડા ચાર કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ગઈ

દેશ દુનિયામાં લોકોની આસ્થાનું પ્રતીક એવા પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરની લોકપ્રિયતા ખુબ ઝડપ ભેર વધી રહી છે. દેશમાં દર વર્ષે સોમનાથ મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુંઓ ઉમટે છે. ત્યારે આ વખતના શ્રાવણ માસમાં શ્રદ્ધાળુંઓએ સોમનાથ મહાદેવ પર પૈસા અને દાનનો વરસાદ કર્યો હતો. આ વખતે સોમનાથ મંદિર પર રૂપિયાનો વરસાદ વરસ્યો છે. કારણ કે શ્રાવણ માસ નિમિત્તે આ મહિનાની આવક સાડા ચાર કરોડને પાર પહોંચી છે. શ્રાવણ માસ દરમિયાન 15 લાખથી વધુ લોકોએ દાદાના દર્શન કર્યા હતા. આ સાથે જ સોમનાથ દાદાને 161થી પણ વધારે ધજા ચઢાવવામાં આવી છે, અને 160 જેટલા લોકોએ મહાપુજા કરી હતી. જ્યારે મહામૃત્યુંજય યજ્ઞનો લાભ સાડા સાત હજાર લોકોએ લીધો હતો. તો 6600 જેટલા લોકોએ બ્રાહ્મણ પૂજન માટે અને 3 હજાર બ્રહ્ય ભોજનની નોંધણી થઇ છે. આ સાથે જ 70 જેટલા યજમાનોએ સવા લાખ બિલી પત્રની પૂજા કરાવી હતી.