ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , બુધવાર, 26 ઑગસ્ટ 2015 (15:14 IST)

ST બસ સેવા અાજે સંપૂર્ણ બંધ, ટ્રેન વ્યવહાર યથાવત્

રાજ્યભરમાં પાટીદાર અનામત આંદોલનને લઈને ગઈ કાલે મોડી સાંજ પછી શરૂ થયેલા તોફાનોના પગલે આજે રાજ્યભરની ૬૫૦૦ એસટી બસોના પૈડાં થંભાવી દેવાનો નિર્ણય એસટી તંત્રએ લીધો છે. રાજ્યમાં સત્તાવાર મળેલા આંક મુજબ કુલ ૬૦ એસટી બસોને સળગાવી દેવામાં આવી છે. જ્યારે જુદા જુદા જિલ્લાઓમાં જુદા જુદા સ્થળે કુલ ૫૦ બસોમાં ટોળાંએ કરેલી તોડફોડના કારણે એસટીને મોટું નુકસાન થયું છે એટલું જ નહીં ગઈ કાલ સાંજથી મુસાફરી કરી રહેલા હજારો એસટી મુસાફરો અટવાઈ ગયા હતા.

રાજ્યભરમાં એસટીની કુલ ૬૫૦૦ બસો છેવાડાના ગામો સુધી પહોંચે છે પરંતુ આજે પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને જનજીવન પૂર્વવત્ અને સામાન્ય થવા સુધી આજે એસટી સેવા બંધ રહેવાના કારણે તંત્રને ૫ાંચ કરોડની રોજિંદી આવક ગુમાવવી પડશે.

આ અંગે એસટી તંત્રના સ‌િચવ એ.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે પ્રવાસીઓની સુરક્ષા એ અમારી પ્રથમ પ્રાયોરિટી છે. અમો સતત જિલ્લા કલેક્ટરના સંપર્કમાં છીએ. પરિસ્થિતિ યથાવત્ થશે અને થાળે પડશે તો કદાચ આંશિક સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાશે. હાલમાં આજે તમામ બસો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. એસટીમાં દરરોજ પ્રવાસ કરતા કે અગત્યના-અરજન્ટ કામે એસટીમાં પ્રવાસ કરવા ઈચ્છતા હજારો પ્રવાસીઓ આજે રઝળી પડશે.

રાજ્યમાં અનામતના મામલે પ્‍ાાટીદાર સમાજ દ્વારા ગઈ કાલે અમદાવાદમાં પ્‍ાાટીદાર ક્રાંતિ રેલી યોજાઈ હતી. અા રેલી પ્‍ાૂરી થયા બાદ ઉપ્‍ાવાસ ઉપ્‍ાર બેસેલા હાર્દિક પ્‍ાટેલ અને તેના સાથી અાગેવાનોને ગત મોડી રાતના પ્‍ાોલીસે મારઝૂડ કરીને તેની ધ્‍ારપ્‍ાકડ કરી લઈ ગયા હતા. અા ઘટનાના પ્‍ાગલે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે અશાંતિ સર્જાઈ હતી. જેના ભાગરૂપ્‍ો પ્‍ાાટીદારો દ્વારા ઠેર ઠેર તોડફોડ કરવામાં અાવી હતી. અા ઘટનાને લઈને કેટલાક પ્‍ાાટીદારો દ્વારા અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં અાવેલા રેલવે ફાટકને તોડવાનો પ્રાયાસ કરાયો  હતો એટલું જ નહીં અા ટોળાં દ્વારા ટ્રેનોને રોકવામાં અાવી હોવાની તેમજ રેલવે ટ્રેક (પ્‍ાાટા) ઉખેડી નાખવાની વાતો બહાર અાવી હતી.

અા અંગે વેસ્ટર્ન રેલવેના અમદાવાદના જનસંપ્‍ાર્ક અધ્‍િાકારી પ્રદીપ્‍ા શર્માએ જણાવ્યું હતું કે ગત રાતના કેટલાક તોફાની તત્વો દ્વારા ચાંદલોડિયા અને સાબરમતી વચ્ચે અાવેલા એલ.સી. ગેટ નંબર 4 (રાણીપ્‍ા જીએસટી ફાટક)ને તોડવાનો પ્રયાસ કરાયો હતો. જોકે અા ટોળાં દ્વારા કોઈ ટ્રેનને રોકવામાં અાવી ન હતી તેમજ રેલવે ટ્રેકને કોઈ પ્‍ાણ પ્રકારનું નુકસાન પ્‍ાહોંચાડવામાં અાવ્યું નથી. ગત રાતે તેમજ અાજ સવારથી તમામ ટ્રેનો સમયસર દોડી રહી છે અને કોઈ ટ્રેનને અા અાંદોલનની અસર પ્‍ાડી નથી.