શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 5 ઑક્ટોબર 2016 (14:10 IST)

ભાજપની સરકાર મત મેળવવા સર્જિકલ સ્ટ્રાઈક જેવા કામો કરે છે - શંકરસિંહ વાઘેલા

ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ સર્જિકલ સ્ટ્રાઈકને લઈને ફરીથી સવાલો વરસાવ્યા હતા. તેમણે પોતાના નિવેદનમાં સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો જાહેર કરવાની માંગણી કરી હતી. શંકરસિંહ વાઘેલાએ સર્જિકલ સ્ટ્રાઈક બાબતે નિવેદન આપતા કહ્યું કે, BJP સરકાર મત મેળવવા માટે આવાં કામ કરી રહી છે. તેમણે સૈન્યની બહાદુરીનો યશ પોતે ન લેવો જોઈએ. બીજેપીએ રાજકીય લાભ ખાંટવાથી પણ દૂર રહેવું જોઈએ. મનમોહનસિંહ સરકારમાં 6 વખત સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી. એટલુ જ નહિ, અગાઉ 400 વખત સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. પરંતુ યુદ્ધનો માહોલ ઊભો કરી પ્રજાને છેતરવાની BJPની આ ચાલ છે. તેમણે કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે પ્રજાના મનમાં કેટલાય સવાલો ઊઠી રહ્યા છે. સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે પ્રજાના સવાલના જવાબ આપવા જોઈએ. સર્જિકલ સ્ટ્રાઈક એ આરપારની લડાઈ નથી. સંસદ પરના હુમલા સમયે આરપારની લડાઈ હતી. અઝહર મસૂદને આતંકી જાહેર કરવામાં ચીન રોડા નાખી રહ્યું છે. આ જ ચીનના રાષ્ટ્રપતિએ રિવરફ્રન્ટમાં ઝૂલો ઝુલાવ્યો હતો. 1965માં આપણી આર્મી લાહોરની ભાગોળે પહોંચી હતી. તત્કાલીન વડાપ્રધાને જશ ખાંટવાનો પ્રયાસ નહોતો કર્યો. 1971માં બાંગ્લાદેશ અલગ થયું ત્યારે પણ જશ નહોતો ખાંટ્યો. હુ બીજેપી સરકાર પાસેથી સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો જાહેર કરવાની માગ કરું છું. સર્જિકલ સ્ટ્રાઈકના અઠવાડિયા બાદ પણ સરકારે પુરાવા રજૂ કર્યા નથી. ગુજરાતમાં 32 કરતાં વધુ એન્કાઉન્ટર થયા છે તેવુ સુપ્રીમનું કહેવું છે. આ બનાવટી એન્કાઉન્ટરમાં 12 IPSને જેલ ભોગવવી પડી છે.