બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (13:21 IST)

જામનગરમાં ઘ્રોલ પંથકમાં ચાર કલાકમાં પોણા છ ઇંચ વરસાદ

ગુજરાતમાં તહેવારોના પ્રસંગે વરસાદે પધરામણી કરતાં ખેડૂતોમાં આનંદ પ્રસર્યો છે જ્યારે લોકોમાં તહેવારોની મજા બગડી છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં હળવાથી ભારે વરસાદની પધરામણી થઈ છે ત્યારે જામનગર જિલ્લાના  ધ્રોલ પંથકમાં  સોમવારે પોણા છ ઇંચ વરસાદ પડયો હતો જયારે અન્યત્ર ઝાપટા પડયા હતાં. સોમવારે નોંધાયેલ વરસાદ મુજબ ધ્રોલમાં 157 મીમી, લાલપુરમાં 7 મીમી, જામજોધપુરમાં 5 મીમી, ભાણવડમાં 11 મીમી અને કલ્યાણપુરમાં 6 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગર શહેરમાં સતત ગોરભાયેલા આકાશ વચ્ચે સવારમાં થોડીવાર માટે ભારે વરસાદ શરૂ થયો હતો પરંતુ તે માત્ર 12 મીમી વરસાદ નોંધાયો હતો. હજુ પણ જામનગર અને દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જળવાયેલો છે.કબ્રસ્તાનમાં વરસાદી તેમજ ગટરનું પાણી ભરાતાં મુસ્લિમો એ ધાર્મિક લાગણી દુભાતા ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ જિલ્લા કલેકટરને પત્ર પાઠવ્યો હતો. આથી પાલીકાતંત્ર સફાળું હરકતમાં આવ્યું હતું અને પાણી નિકાલની કામગીરી હાથ ધરાઇ હતી. સાતમ આઠમનાં તહેવારો બાદ ધ્રોલ પંથકમાં મેઘરાજા ફરી મેઘમહેર કરતાં સવારથી જ ગાજ વીજ સાથે ધ્રોલમાં વરસાદ શરૂ થતાં સવારનાં છ થી આઠ વાગ્યા દરમિયાન 60 મીમી અને આઠથી દસ વાગ્યા સુધીમાં 82 મીમી મળી ચાર કલાકમાં 142 મીમી વરસાદ નોંધાયો હતો.મોસમનો કુલ વરસાદ ૯૭૧ મીમી થયો હતો. ધ્રોલ પંથકમાં સારો વરસાદ થતાં ખેડુતોનાં મોલને ફરી જીવતદાન મળવા પામ્યું છે. ધ્રોલમાં પોણા છ ઇંચ જેટલો વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. ગાંધી ચોક, જોડીયા રોડ, મેમણ ચોક જેવા વિસ્તારોમાં ગોઠણ ડુબ પાણી ભરાયાં હતાં. દરમિયાન જોડીયા રોડ ૫ર આવેલ મેમણ જમાતનાં કબ્રસ્તાન પાસે ભુગર્ભ ગટરનું કામ ચાલુ હોય કબ્રસ્તાનમાં ગોઠણ ડુબ પાણી ભરાતાં કબ્રસ્તાન પાસે મુસ્લિમો એકઠા થયાં હતાં અને સંબંધીત પાલિકા તંત્ર ને જાણ કરી હતી.