ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગાંઘીનગર. , શનિવાર, 21 મે 2016 (12:47 IST)

ગુજરાતી રેખા શાહ લંડનનાં હેરોનાં મેયર

બ્રિટનનાં મૂળ ગુજરાતી એક્ટિવિસ્ટ રેખા શાહ નોર્થ લંડનનાં હેરોનાં મેયર બન્યા છે. તેઓ એક વર્ષ સુધી મેયર બનશે. મુંબઇમાં જન્મેલા ઉછરેલા રેખા શાહ છેલ્લા એક વર્ષથી હેરોનાં ડેપ્યુટી મેયર હતા. લેબર પાર્ટીનાં મેમ્બર રેખા શાહે મેયરપદ સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે મેયર તરીકે હું હેરોની ફર્સ્ટ સિટિઝન બની છું ત્યારે હેરોનાં લોકોની સેવા માટે હું વિવિધ સંગઠનો સાથે મળીને કામ કરીશ અને આપણી વૈવિધ્યપૂર્ણ કમ્યૂનિટીનું પ્રતિનિધિત્વ કરીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે રેખા શાહ 14 વર્ષ અગાઉ હેરોનાં કાઉન્સિલર હતા. હેરો કાઉન્સિલની વિવિધ કમિટીઓમાં પણ સક્રિય રહ્યા છે. તેઓ 1978માં મુંબઇથી લંડન ખાતે ગયા હતા. તેમનાં પતિ નવીનશાહ મૂળ અમદાવાદનાં છે. નવીન શાહ લેબર પાર્ટીનાં નેતા અને બ્રેન્ટ એન્ડ હેરોનાં ચૂંટાયેલા એસેમ્બલી મેમ્બર છે. તેમની પુત્રી પણ કેન્ટોનની કાઉન્સિલર છે જ્યારે દિકરો સોલીસીટર છે. રેખા શાહ રાજકારણમાં આવ્યા તે અગાઉ 20 વર્ષ સુધી બ્રેન્ટ કાઉન્સિલમાં સોશ્યલ વર્કર તરીકે કામ કરી ચુક્યા છે.

એશિયન મેન્ટલ હેલ્થ ડે સેન્ટરમાં પણ 10 વર્ષ સુધી કામ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ પરિવાર થોડા વર્ષો અગાઉ જ બ્રિટનનાં લંડન ખાતે ટ્રાન્સફર થયો હતો. જો કે થોડા જ સમયમાં સામાજિક સેવા અને સુવાસ દ્વારા તે રાજકીય રીતે સબળ પરિવાર બન્યો હતો. આખો પરિવાર હાલ લંડનનાં રાજકારણમાં વગ ધરાવતો પરિવાર ગણાય છે. પરિવારનાં તમામ સભ્યો એક અથવા બીજી રીતે રાજકારણ સાથે સંકળાયેલા છે.