Widgets Magazine
Widgets Magazine

વડોદરામાં 13 દર્દીને HIVના ચેપવાળું લોહી ચડાવી દેવાયું હોવાની રાવ

ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (12:46 IST)

Widgets Magazine
blood donation

વડોદરાની અને સુરક્તમ્ બ્લડ બેન્કે પરીક્ષણ કર્યા વિના જ 15 દર્દીને એચઆઇવી પૉઝિટિવ, હિપેટાઇટીસ બી અને હિપેટાઇટીસ-સીના ચેપવાળું લોહી આપ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વડોદરાના અધિકારી અને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસઓ)એ ઑક્ટોબર, 2016માં સંયુક્તપણે ઇન્સ્પેક્શન કર્યું હતું, જેના રિપૉર્ટમાં ઇન્દુ વોલેન્ટરી બ્લડ બેન્કે 7 દર્દીને હિપેટાઇટીસ-સી અને 3ને HIV પૉઝિટિવના ચેપવાળું લોહી ચડાવ્યું હતું. સુરક્તમ્ બ્લડ બેન્કે 5 દર્દીને હિપેટાઇટીસના ચેપવાળું લોહી ચડાવ્યું હતું. કાનૂની પગલાં લેવાની રિપૉર્ટમાં ભલામણ કરાઈ હોવા છતાં છતાં વિભાગે લાઇસન્સ રદ કરીને બ્લડ બેન્ક તાકીદે બંધ કરાવવાને બદલે માત્ર શો-કૉઝ નોટિસ ફટકારી કામચલાઉ ધોરણે બંધ કરવાનો આદેશ આપીને સંતોષ માન્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, વડોદરા તથા સીડીએસઓના અધિકારીઓએ 25-26 ઑક્ટોબર, 2016એ 6 બ્લડ બેન્કનું રૂટીન ઇન્સ્પેક્શન કર્યું હતું, તેમાં ઇન્દુ વોલેન્ટરી અને સુરક્તમ્ બ્લડ બેન્કની અક્ષમ્ય બેદરકારી બહાર આવી.  જેમાં બંને બ્લડ બેન્કમાંથી તપાસ કર્યા વિના જ 7 સ્ત્રી અને 8 પુરુષ મળી કુલ 15 દર્દીને એચઆઇવી પૉઝિટિવ, હિપેટાઇટીસ બી અને સી પૉઝિટિવના ચેપવાળું લોહી આપી દેવાયાનો ઉલ્લેખ કરાયો છે. જે દર્દીઓને આ લોહી ચડાવાયું હતું, તેઓ બ્લડ બેન્કોની ગંભીર બેદરકારીથી અજાણ હોવાની શક્યતા છે. બ્લડ બેન્કની આ તો માત્ર 1-2 મહિનાની જ ગંભીર ત્રુટિઓ બહાર આવી છે. ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અન્ય ક્ષતિઓ બહાર આવવાની શક્યતા છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વડોદરા ઇન્દુ વોલેન્ટરી બ્લડ બેન્ક સુરક્તમ્ બ્લડ બેન્ક Hivના ચેપવાળું લોહી ચડાવી દેવાયું

Loading comments ...

ગુજરાત સમાચાર

news

નોટપરથી ગાંધીજીનો ફોટો ગાયબ, વરિષ્ઠ અધિકારી આજે કાર્યવાહી કરશે

જીલ્લાના બડૌદા ગામમાં એસબીઆઈ શાખામાંથી ગ્રાહકને આપેલ બે હજારની નોટ પરથી ગાંધીજીનો ફોટો ...

news

વનવિભાગને રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટના સ્થાને સફારી પાર્ક બનાવવામાં રસ

રાજ્યમાં અમદાવાદ, વડોદરા બાદ રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટેની તજવીજ હાથ ધરાઈ ...

news

ગુજરાતમાં બર્ડફ્લૂનો ફફડાટ, 1,481 શંકાસ્પદ ચાઈનીઝ મરઘા મળી આવ્યા

હાથીજણના આશા ફાઉન્ડેશનમાં કેટલાક પક્ષીઓનો બર્ડ ફ્લૂ રીપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ નાગરિકોમાં ...

કયાં રાજ્યમાં કયારે થશે મતદાન

કયાં રાજ્યમાં કયારે થશે મતદાન

Widgets Magazine Widgets Magazine Widgets Magazine