શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 30 નવેમ્બર 2016 (11:29 IST)

વાઈબ્રન્ટ સમિટમાં સ્વીડનની પાર્ટનરશીપથી ગુજરાત કેશલેસ સ્ટેટ બને એમાં નવાઈ નહીં

દુનિયામાં જ્યાં વર્ષોથી કેન્ડીબાર કે અખબાર ખરીદવા, સ્ટોકહોમ જેવા મેટ્રો સ્ટેશને ટિકિટ માટે રોકડ રકમ ચુકવાઈ નથી તેવા ”કેશલેસ કરન્સી મોડલ” ધરાવતા યુરોપિયન દેશ સ્વિડને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- ૨૦૧૭ માટે પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયુ છે. જાન્યુઆરીમાં સ્વિડનનુ કેશલેસ કરન્સી મોડલ વાઈબ્રન્ટ સમિટના પ્લેટફોર્મથી ભારતભરમાં છવાઈ જશે. અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ડેન્માર્ક, ફ્રાન્સ, જાપાન, નેધરલેન્ડ, પોલેન્ડ, સિંગાપોર, યુએઈ, બ્રિટન અને અમેરિકાએ સામેથી વાઈબ્રન્ટ સમિટમાં પાર્ટનશીપ કરી છે. સ્વિડન ૧૨મો પાર્ટનર દેશ બન્યો છે. નોટબંધી બાદ ડિઝિટલ પેમેન્ટની ટેક્નોલોજી તેની સિક્યુરિટી સિસ્ટમ માટે ભારતમાં સૌથી મોટો અવકાશ રહેલો હોવાથી સ્વિડન તરફથી આ સેક્ટરમાં પારસ્પરિક એમઓયુની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ હોવાનુ જણાવતા ઉદ્યોગ વિભાગના સત્તાવાર સુત્રઓએ કહ્યુ કે, વાઈબ્રન્ટ સમિટની આઠમી એડિશનની બે ફોર્મેટ- નોબલ લોરટ્સ એક્ઝિબિશન અને નોબેલ લોરેટ્સ સિમ્પોઝિયમમાં પણ સ્વિડનના ટેકનોક્રેટ ઉપસ્થિત રહશે. અધિક મુખ્ય સચિવ પી.કે.તનેજાએ સ્વિડનને વાઈબ્રન્ટ સમિટના ૧૨મા કન્ટ્રી પાર્ટનર તરીકે સ્વિકાર્યા હોવાનુ જણાવતા કહ્યુ કે ”સ્વિડન તરફથી ખાસ કરીને પાવર સેક્ટરમાં મોટાપાયે સમજૂતી કરાર થશે.