ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 19 માર્ચ 2009 (09:20 IST)

અંતે વધુ 30 મિનિટ આપવાનો નિર્ણય

બોર્ડની પરીક્ષામાં પ્રથમ બે દિવસે ખોડખાંપણવાળા વિદ્યાર્થીઓને 30 મિનિટ વધુ ફાળવવાના નિયમની અસ્પષ્ટતાના કારણે ઊભા થયેલા વિરોધના પગલે બોર્ડે આજે ખોડખાંપણ ઊપરાંત બિમાર વિદ્યાર્થીઓને રાયટર હોય કે ન હોય તો પણ 30 મિનિટ વધુ ફાળવવા આદેશ કર્યો છે.

રાજયમાં ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે નિયમ મુજબ ખોડખાંપણ અને બિમાર વિદ્યાર્થીઓને 30 મિનિટ વધુ ફાળવવામાં કેટલાક સ્થલ સંચાલકોએ આનાકાની કરી હોવાની ફરિયાદો ઊઠવા પામી હતી.

આ અંગે બોર્ડના જવાબદાર અધિકારીઓ સમક્ષ પણ ફરિયાદ પણ કરાઇ હતી. જેના પગલે આજે બોર્ડે સ્થાનિક ડીઇઓને આદેશ જારી કર્યો હતો. જેમાં ખોડખાંપણ અને ગંબીર બિમારીના પ્રમાણપત્ર રજૂ કરનાર વિદ્યાર્થીના અસલ પ્રમાણપત્ર ચકાસી જરૂર પડે શારિરીક ચકાસણી કરાવ્યા બાદ ઈચ્છા હોય તો રાયટરની ફાળવણી કરવાની રહેશે.

અપવાદરૂપ કિસ્સામાં વિદ્યાર્થીઓને ઇચ્છુક રાયટર મેળવવો હોય અને બોર્ડના નિયમોનું ઊલ્લઘન ન થતુ હોય તો ડીઇઓને રાયટર ફાળવવા આદેશ કર્યો છે. આ ઊપરાંત આવા વિદ્યાર્થીઓને રાયટર હોય કે ન હોય તો પણ ૩૦ મિનીટ વધુ ફાળવવા પણ આદેશ કર્યો છે.