બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 23 મે 2016 (15:49 IST)

અધીકારીને દસ હજાર સુધીનો દંડ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેની સ્થાપના પછી સૌ પ્રથમ વખત તેની વિવિધ સેવાઓ પૈકી
ત્રીસ જેટલી સેવાઓને એક બેનર હેઠળ લાવી ગુજરાત રાઈટસ ઓફ સિટીઝન ટુ પબ્લિક સર્વિસ
એકટ-૨૦૧૩ હેઠળ લાવીને મુકશે.આમ થવાથી કોર્પોરેશનનો જે અધિકારી અમદાવાદના નાગરીકની
ફરીયાદનો ત્રીસ દિવસની અંદર નીકાલ નહીં કરે તેને રૂપિયા દસ હજાર સુધીના દંડની પણ આ
એકટમાં જોગવાઈ રાખવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના નાગરીકોને ૪૨થી પણ વધુ
પ્રકારની સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે.આ સેવાઓ પૈકી મ્યુનિસિપલ વહીવટીતંત્ર ૩૦ એવી
સેવાઓ નાગરીકોને પુરી પાડી રહ્યું છે.જે નાગરીકોને સીધી સ્પર્શે છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના
વહીવટીતંત્ર દ્વારા આવનારા સમયમાં આ સેવાઓને ગુજરાત રાઈટસ ઓફ સિટીઝન ટુ પબ્લિક સર્વિસ
એકટ-૨૦૧૩ હેઠળ આવરી લઈને નાગરીકોને તેમના હક્કો આપવાનો નિર્ણય કર્યો છે.મ્યુનિસિપલ
કોર્પોરેશનના સત્તાવારસૂત્રોના કહેવા પ્રમાણે આ એકટ હેઠળ હાલની મ્યુનિસિપલ કોર્પોરેશનની
સેવાઓને ત્રિ-સ્તરીય બનાવવામાં આવશે.

આ એકટ હેઠળ જે જે સેવાઓને આવરી લેવામાં આવશે તેની સંપૂર્ણ વિગતો અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનની વેબસાઈટ ઉપર પણ મુકવામાં આવશે.આ એકટની સૌથી મોટી વિશેષતા એ છે કે,કોઈપણ
નાગરીક કોર્પોરેશનના કોઈપણ વિભાગને લગતી ફરીયાદ કરશે એટલે તેને જે તે જવાબદાર
અધિકારી દ્વારા ત્રણ દિવસની અંદર જવાબ આપવો પડશે.આ સાથે જ ફરીયાદ કરનારને રિસીપ્ટ
આપી તેના દ્વારા કરવામાં આવેલી ફરીયાદનું દરેક સ્ટેજ અને તેનું ફોલોઅપ પણ આપવું પડશે.

ગુજરાત રાઈટસ ઓફ સિટીઝન ટુ પબ્લિક સર્વિસ એકટ-૨૦૧૩ર પ્રમાણે નાગરીકની ફરીયાદનો
ત્રીસ દિવસની અંદર નિકાલ કરવાની જોગવાઈ રાખવામાં આવી છે.જો આમ કરવામાં વિભાગ
નિષ્ફળ રહેશે તો અધિકારીને રૂપિયા ૧૦,૦૦૦ સુધીનો દંડ પણ થઈ શકે છે.અમદાવાદના
મ્યુનિસિપલ કમિશનરે આ એકટના અમલીકરણ માટે મ્યુનિસિપલ તંત્રમાં ફરજ બજાવતા તમામ કેડરના
અધિકારીઓ પાસે તેમના નામ,મોબાઈલ નંબર,લેન્ડલાઈન નંબર,ઈમેઈલ આઈ-ડી વગેરે વિગતો મંગાવી
છે.જેથી ઝડપથી આ એકટનો અમલ કરી શકાય.

*આ સેવાઓઓની ફરિયાદનો ઝડપથી નીકાલ લાવવો પડશે***

મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવાઓ પૈકી વેલ્યુએશન, ટેકસબીલમાં નામ ઉમેરવું, નવું પાણી કે  ડ્રેનેજનું
જોડાણ, બીયુ પરમીશન, જન્મ અને મરણના સર્ટીફીકેટ, ગુમાસ્તાધારા સર્ટીફીકેટ, ફૂડ
લાયસન્સ, સ્ટ્રકચરલ રજિસ્ટ્રેશન, કોન્ટ્રાકટર રજિસ્ટ્રેશન, પ્રોફેશનલ ટેકસ, ફાયર વિભાગની
એનઓસી, બિલ્ડિંગ પ્લાન એપ્રુવલ વગેરે જેવી સેવાઓને આ એકટની સેકશન ૨૩(૧) હેઠળ આવરી લેવાનો
નિર્ણય કર્યો છે. આ સેવાઓ લોકોને સીધી અસરથી લાગૂ પડતી હોઈ આ તમામ સેવાઓની
ફરીયાદોનો ત્રીસ દિવસમાં નિકાલ