શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 30 જુલાઈ 2014 (16:26 IST)

અમદાવાદ જળબંબાકાર, શહેરના 15 લાખ લોકો અસરગ્રસ્ત, જાણો ક્યા ભરાયા પાણી

ગઈકાલે સાંજથી ચાલી રહેલ ભારે વરસાદને કારણે અમદાવાદ શહેરમાં ભારે પાણી ભરાયા હતા. આખી રાત વરસાદ ચાલુ રહેતા અમદાવાદ લગભગ બેટમા ડુબી ગયુ હોય તેવી કપરી સ્થિતિ બની હતી. માત્ર ચાર કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ પડતા શહેરની અમુક સોસાયટીઓમાં તો ગોઠણ સુધી પાણી ભરાયા હતા. વરસાદ અને પાણીના પગલે અમદાવાદની શાળા કોલેજો બંધ હતી અને સવારે લોકોએ ઘરમાં જ પુરાય રહેવાનુ પસંદ કર્યુ હતુ. 
 
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને ખોખરા હાટકેશ્વર ઈસનપુર અને ઓઢવ જેવા વિસ્તારોમાં બપોર સુધી પણ પાણી ન ઉતરતા લોકોની હાલત ખરાબ થઈ હતી. આ વિસ્તારોની અમુક સોસાયટીઓમાં ઘુંટણ સુધી પાણી ભરાતા લોકોને મકાનના ધાબે જતા રહેવુ પડ્યુ હતુ. 
અમદાવાદમાં થોડા વરસાદમાં પાણીનો નિકાલ ન થવાને કારણે કોર્પોરેશનના મોનસુન પ્લાન જ પાણીમાં બેસી ગયો હતો. કોર્પોરેશને ખોલેલા કંટ્રોલ રૂમમાં એટલી ફરિયાદો મળતી હતી પણ તેના નિકાલનું કોઈ જ સુવ્યવસ્થિત પ્લાનિંગ નહોતુ જણાતુ. કોર્પોરેશનના વિગતો પ્રમાણે તેમની 3000 માણસોની ફોજ કામે લાગી હતી . જો કે અમને મળતી વિગતો પ્રમાણે શહેરમાંથી ઝડપથી પાણીનો નિકાલ કરવા માટે પાલિકાનું તંત્ર નિષ્ફળ ગયુ હતુ. 
 
અમદાવાદમાં રાત્રિ દરમિયાન પડેલા વરસાદ પર નજર કરીએ તો દક્ષિણ ઝોન 7.5 ઈંચ વેસ્ટ ઝોન 11 ઈંચ. ઈસ્ટ ઝોન 10 ઈંચ. નવા પશ્ચિમ ઝોન 6 ઈંચ. મધ્ય ઝોન 7 ઈંચ નોર્થ ઝોન 8.5 ઈંચ ખાબક્યો છે.  

અમદાવાદમાં ભારે વરસાદના પગલે વસણા બેરેજના 7 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. વાસણા બેરેજની સપાટી 128 ફૂટ નોંધાઈ છે. અમદાવાદનો પૂર્વ વિસ્તાર પશ્ચિમ વિસ્તારથી અલગ થઈ હોય તેવી પરિસ્થિતિમાં તંત્રને પણ કામકાજ કરવામાં મુશ્કેલી પડી રહી છે. વાસણા બેરેજમાંથી હજુ પણ વધારે પાણી છોડાય શકે તેમ છે. પ્રથમ તબક્કે 6 હજાર ક્યુસેક પાણી વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં છોડાયુ છે.  
 
જાણો ક્યા ક્યા પાણી ભરાયા 
 
ભારે વરસાદને પગલે (7થી 12 ઈંચ) અખબાર નગર પરિમલ, ઉસ્માનપુરા અને દક્ષિણી બાયપાસ બંધ કરાયા છે. મોટાભાગના રોડ પર પાણી ફરી વળ્યા છે. બધી જ મ્યુનિસિપલ શાળાઓ બંધ છે. બીઆરટીએસ બસ રૂટ બંધ કરાયા છે. તેમા બાપુનગર, અખબારનગર, માણેકબાગ અને એરપોર્ટ તરફ. 
 
ખોખરાની જય સોમનાથ, હાટકેશ્વરની અર્ચના, નૂતન સ્કૂલ. કે.વી. નગર શાળા, અંકુર શાળા ઓમ શાંતિ સીટીએમ પાસે ઉઘમ વિદ્યાલયના ક્લાસરૂમ અને ઓફિસમાં 2 ફૂટ પાણી ભરાયા છે.  
 
તમામ ખોખરા, હાટકેશ્વર, ભાઈપુરા, અમરાઈવાડી, સીટીએમની પુજા, ગુરૂનાનક સ્કુલ બંધ રાખવામાં આવી હતી. 

એએમસીએ ખોખરા, હાટકેશ્વરના વિસ્તારોમાં પીવાના પાણીનું વિતરણ હજુ ચાલુ કર્યુ નથી.  
 
અખબારનગર સર્કલથી ગુજરાત યુનિ. સુધીનો રોડ પાણીમાં ગરકાવ.  
 
મણિનગર ઈસ્ટમાં પાણી ભરાયા. 
 
એ.ઈ.સી. ચાર રસ્તા ભીમજીપુરા ચાર રસ્તા ખાતે પાણી ભરાયા. 
 
ગત રોજ બપોરે બે વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી 9 ઈંચ વરસાદ ખાબક્યો. 
 
સીટી કંટ્રોલ રૂમ ખાતે 3.80 લાખ એસએમએસ ફરિયાદો આવી. અમદાવાદ એરપોર્ટ સોલા બીઆરટીએસ બસ પણ બંધ. 
 
કુબેરનગર, ચમનપુરામાં બોટ મોકલવી પડી. વાસણા બેરેજમાંથી 6 હજાર ક્યુસેક પાણી છોડાયુ. બાવળા અને ધોળકાના 40 ગામોમાં એલર્ટ કરાયા.  
નવરંગપુરા સ્ટેડિયમમાં પાણી ભરાયુ. 
 
ભારે વરસાદને પગલે ગુજરાત સરકાર ચિંતિત છે. 
 
ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યુ કે સાત ગામોમા વીજપુરવઠો આપી શકાય તેમ નથી ત્યા ટ્રાંસફોર્મર પાણીમાં ડૂબેલા છે. બાકી ગુજરાતના તમામ ગામોમા વીજ પુરવઠો અપાય રહ્યો છે.