ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 26 ઑગસ્ટ 2015 (16:51 IST)

અમદાવાદ શહેર અાજે અર્ધ લશ્કરીદળોના હવાલે કરી દેવાશે

વર્ષ 2002માં થયેલા કોમી રમખાણમાં આખું ગુજરાત ભળકે બળ્યું હતું આજે 14 વર્ષ પછી પાટીદારોના અનામત અંદોલનના કારણે ફરીથી આખું ગુજરાત ભળકે બળ્યું છે. પરિસ્થિ‌તિને કાબૂમાં લેવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ પાસે અર્ધલશ્કરી દળની માગણી કરી છે. આજે વિમાન મારફતે 31 અર્ધલશ્કરી દળની ટુકડીઓ ગુજરાતમાં આવશે. અમદાવાદ સહિતના વિસ્તારો તે પછી અર્ધલશ્કરીદળોના હવાલે કરાયા તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે પોલીસે એકાએક જીએમડીસી ગ્રાઉન્ડ પર આવી લાઈટો બંધ કરાવી આડેધડ લાઠીચાર્જ કરતાં તેમજ ગ્રાઉન્ડની બહાર ઊભેલા વાહનોમાં તોડફોડ કર્યા બાદ અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની પણ ધરપકડ કરી હતી. આ ઘટનાને લઇને અમદાવાદ સહિત આખું ગુજરાત ભળકે બળ્યું છે ત્યારે મુખ્ય પ્રધાન આંનદીબહેન પટેલે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ પાસે અધ લશ્કરી દળ માગ્યું છે.

આજે જયપુર, દિલ્હી, લખનૌ, ભોપાલથી 31 અર્ધલશ્કરી દળની ટુકડીઓ જેવી કે બીએસએફ, રેપીડ એકશન ફોર્સ રાજ્યમાં આવવા માટે રવાના થઇ ગઇ છે. અમદાવાદ તથા ગુજરાતના તમામ શહેરો અને જીલ્લાઓમાં પાટીદારો રસ્તા ઉપર ઊતરી પડ્યા હતા અને કાયદો અને વ્યવસ્થાની ઐસી-તૈસી કરી દીધી હતી. ઠેર-ઠેર બસો સળગાવી હતી તેમજ રોડ પરના સંખ્યાબંધ વાહનો ઉપર પથ્થરમારો કરીને તોડફોડ કરીને આગ ચાંપી હતી.  જનઆક્રોશનો ભોગ પોલીસ પણ બની હતી અને પોલીસ વાહનોને આગ ચાપવામાં આવી હતી અને પોલીસ ચોકીઓ પણ નિશાન બની હતી ત્યારે સરકારી કચેરીઓ તથા બીઆરટીએસ બસસ્ટેન્ડ પણ લોકોએ તોડી નાખ્યા હતા. આ સિવાય મ્યુ કોર્પોરેશનની ઓફિસો ઉપર પણ પથ્થરમારો કરીને આંગ ચાપવાની કોશિષ કરી હતી 

આ પરિસ્થિ‌તિને કાબૂમાં લેવા માટે મોડી રાતે પોલીસ તમામ પાટીદારોના વિસ્તારમાં સ્ટેન્ડ બાય થઇ ગઇ હતી અને ઉશ્કેરાયેલા ટોળાઓને વેરવિખેર કરવા માટે ટીયરગેસ તથા હવામાં ફાયરિગ કર્યા હતા ત્યારે રેપીડ એક્શન ફોર્સ તથા બીએસએફની ટુકડીઓ પણ સંવેદનશસલી વિસ્તારમાં તહેનાત કરી દીધી હતી.  જોકે આજે સવારથી પરિસ્થિ‌િત વણસી છે ત્યારે પરિસ્થિ‌તિને કાબૂમાં લેવા માટે અર્ધ લશ્કરી દળની માગણી કરી છે આજે વિમાન માર્ગે અર્ધલશ્કરી દળની 31 ટુકડીઓ આવશે.