મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 23 મે 2016 (15:53 IST)

અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીના પ્રમાણમાં આજે તીવ્ર પવન વચ્ચે વધુ ઘટાડો નોંધાયો

અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીના પ્રમાણમાં આજે તીવ્ર પવન વચ્ચે વધુ ઘટાડો નોંધાયો હતો.
ગઇકાલની સરખામણીમાં અમદાવાદમાં પારો આજે વધુ ગગડી ગયો હતો. ગઇકાલે નોંધાયેલા ૪૪
ડિગ્રીની સામે રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨.૬ ડિગ્રી તાપમાન નોંધાયું
હતું.અમદાવાદમાં સોમવારે વહેલી સવારે ઠંડા પવનનો મારો ચાલુ રહેતાં નાગરિકોએ હાશકારો
અનુભવ્યો હતો.
 

રવિવારથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં પારો વધુ ઘટી ગયો છે. રાજ્યના પાટનગર
ગાંધીનગરમાં ગઇકાલે ૪૩.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જેની સામે રવિવારના દિવસે ૪૨.૮
ડિગ્રી તાપમાન થયું હતું. હાલમાં જ ૪૮ સુધી મહત્તમ તાપમાનનો અનુભવ કરી ચુકેલા અમદાવાદ,
કંડલા એરપોર્ટ જેવા વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.રાજકોટમાં 41.5
ડીગ્રી ગરમી હતી,તો  વડોદરા( 39.8) અને સુરતમાં (34) પારો નીચે ઉતર્યો
હતો.સૌરાષ્ટ્રમાં પણ એવરેજ 35 ડીગ્રી ગરમી રહેતાં કાળઝાળ ગરમીમાંથી લોકોએ રાહત
અનુભવી હતી.જો કે ભાવનગર(42.8)  અને સુરેન્દ્રનગર(41.5) ડીગ્રી સાથે હજુ પણ હોટ રહ્યાં હતા.

મે મહિનામાં લોકો જીવલેણગરમીનોગરમીનો અનુભવ કરી ચુક્યા છે. મે મહિનામાં હજુ સુધી ૨૭
લોકોના મોત થઇ ચુક્યા છે. જનજીવન ઉપર પણ તેની સીધી અસર થઇ છે.રાજ્યમાં ગરમીએ હાલમાં
જ કાળો કહેર વર્તાવ્યો હતો. થોડાક દિવસ પહેલા જ અમદાવાદમાં પારો ૪૮થી ઉપર પહોંચ્યો
હતો.

હવામાન વિભાગનું કહેવું છે કે, તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો હવે થશે. હવામાન વિભાગ તરફથી
કોઇપણ પ્રકારની હિટવેવની ચેવતણી જારી કરી નથી. આનો મતલબ એ થયો કે, ગરમીના
પ્રમાણમાં હજુ પણ ઘટાડો થશે. આજે દિવસ દરમિયાન જોરદાર પવન રહેતા ગરમીથી લોકોને
રાહત મળી હતી અને અગાઉની સરખામણીમાં ઓછો ગરમીનો અનુભવ થયો હતો. રાજ્યના અન્ય
શહેરોમાં પણ આવી જ સ્થિતિ રહી છે. પવનની દિશા બદલાતા રાજ્યના મોટાભાગના શહેરોમાં
મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો. જો કે, હિટવેવના કેસો હજુ પણ સપાટી ઉપર આવી રહ્યા
છે. નિષ્ણાત તબીબો સાવધાની રાખવા માટે જરૂરી સલાહ પણ આપી રહ્યા છે.લ લાવી આપવાનો રહેશે.