શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2016 (10:47 IST)

અમદાવાદની એક્સપ્રેસ એસટી બસોમાં આજથી GPS સિસ્ટમ લાગૂ

ગુજરાતનું એસ. ટી. તંત્ર એક પછી એક હરણફાળ ભરી રહ્યું છે, હાલ રાજયમાં રોજ 8 હજાર બસમાં 20 થી 25 લાખ મુસાફરો મુસાફરી કરે છે.
 
   એસ. ટી. તંત્રે આજથી અમલમાં આવે તે રીતે પ્રારંભિક રૂપે અમદાવાદ એસ. ટી. ડીવીઝનની તમામ 246  એકસપ્રેસ બસોમાં જીપીએસ સીસ્‍ટમ લાગૂ કરી દીધી છે, તમામ બસની અંદર અને ટાયરમાં કેમેરા ફીટ કરી દેવાયા છે.
 
   આથી આ બસ કયારે નીકળી, હાલ કયાં છે, કયાં પહોંચી, ડ્રાઇવર-કંડકટર શું કરે છે, કયાં બસ ઉભી રાખી, બસની અંદર કેટલા મૂસાફર તેની તમામ ગતિવિધીની બાજ નજર રહેશે, મુખ્‍ય કન્‍ટ્રોલ રૂમ અમદાવાદ ડીવીઝન-ડીસી કચેરીમાં રહેશે.
 
   આ સીસ્‍ટમ સફળ થયે ક્રમાનુસાર રાજયના તમામ એસ. ટી. બસ ડીવીઝનમાં આ લાગુ પાડી દેવાશે.
   સાધનોના જણાવ્‍યા મુજબ રાજકોટ એસ. ટી. ડીવીઝનની તમામ એકસપ્રેસ બસમાં માર્ચ મહિનાથી આ સિસ્‍ટમ લાગુ પાડી દેવાશે, બસ લેઇટ તથા અન્‍ય બહાનાઓ હવે નહી ચાલે, અને મુસાફરોને પણ ટાઇમસર સેવા મળશે