શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 29 સપ્ટેમ્બર 2014 (15:16 IST)

અમદાવાદને દશેરા અને દિવાળીએ હચમચાવાનો પ્રયાસ નિષ્‍ફળ

દશેરા અને દિવાળીના દિવસે અમદાવાદના હચમચાવાનો પ્રયાસ નિષ્‍ફળ ગયો છે. ફૈઝાબાદ રેલ્‍વે સ્‍ટેશન પર સાબરમતી એકસપ્રેસમાંથી વિદેશી શસ્ત્રો તથા ભારી માત્રામાં કારતુસો સાથે પકડાયેલી મહિલાએ અનેક ચોંકાવનારા ખુલાસાઓ કરી યુપી, બિહાર અને ગુજરાતની સુરક્ષા એજન્‍સીઓની ઉંઘહરામ કરી દીધી છે. મહિલાએ જણાવ્‍યુ હતુ કે, તેણે આ પહેલા પણ બે અલગ-અલગ લોકોને શસ્ત્રો પહોંચાડયા છે.

   ત્રીજા પ્રયાસમાં ફૈઝાબાદ પોલીસે તેણીને સાબરમતી ટ્રેનમાંથી શનિવારે રાત્રે ૯ વાગ્‍યે પકડી લીધી હતી. મહિલા પાસે અમેરિકી બનાવટની પોઇન્‍ટ ૩ર બોરની ૪ પિસ્‍તોલ, આઠ મેગઝીન તથા ૭.૬પ એમ.એમ.ના જીવતા ૯૦ કારતુસ મળતા સ્‍ટેશન ઉપર ખળભળાટ મચી ગયો હતો.

   બિહાર એસટીએફે અમદાવાદ જતી સાબરમતી એકસપ્રેસમાંથી શસ્ત્રોની ખેપ લઇ જવાતી હોવાની માહિતી મળ્‍યા બાદ વોચ રાખી હતી. પ્‍લેટ ફોર્મ નં.ર ઉપર ખાસ વોચ રાખવામાં આવી હતી અને સ્‍લીપર કોચ એસ-૩માં ચેકીંગ વેળાએ એક મહિલા પોટલા સાથે પકડાઇ હતી. તેમાંથી શસ્ત્રો મળી આવ્‍યા હતા. તેણે પોતાનું નામ સુનયના જણાવ્‍યુ છે અને તેની ઉંમર ૪૮ વર્ષની છે અને તે છપરા જિલ્લામાં રહે છે.

   એસટીએફના સુત્રોના જણાવ્‍યા પ્રમાણે નવરાત્રીમાં ગરબાના આયોજન દરમિયાન આ વખતે ત્રાસવાદીઓએ અમદાવાદને હચમચાવવાનું ષડયંત્ર રચ્‍યુ હતુ. ટ્રેનો તથા બીજા માધ્‍યમોથી શસ્ત્રો ગુજરાતમાં ઘુસાડવાના પ્રયાસો થઇ રહ્યા છે. તેની બાતમી બાદ એસટીએફે વોચ રાખી હતી. આ મહિલાએ જણાવ્‍યુ હતુ કે, તે માત્ર પ૦૦ રૂ. ખાતર આ શસ્ત્રો અમુક લોકોને પહોંચાડતી હતી.

   આ મહિલાએ એવુ પણ જણાવ્‍યુ હતુ કે, પ૦૦ રૂ.ના બદલામાં તે અમદાવાદ પહોંચીને અનીશ નામના વ્‍યકિતને શષા આપવાના હતા. તેને અનીશ ફોન કરતો અને મળતો પણ હતો. આ સિવાય તેણીને શસ્ત્રો પહોંચાડવા માટે આવવા-જવાની ટિકિટ અને ૧૦૦૦ રૂ. રસ્‍તામાં વાપરવાના આપ્‍યા હતા.