બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 18 ડિસેમ્બર 2014 (17:29 IST)

અરૂણ જેટલીએ ડભોઈ તાલુકાના યાત્રાધામ કરનારી ગામને દત્તક લીધું

ગુજરાતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ભારત સરકારના નાણાપ્રધાન અરૂણ જેટલીએ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પવિત્ર યાત્રાધામ કરનારી ગામને દત્તક લીધું છે. આ બાબતની જાણ વડોદરા કલેક્ટર વિનોદરાવને જાણ કરતો પત્ર પણ પાઠવવામાં આવ્યો છે.

વડોદરા જિલ્લાના સુપ્રસિદ્ધ સ્થળના વિકાસ માટેની ખૂટતી કડીઓની રૂપરેખા તૈયાર કરવાના વહીવટી તંત્રએ ચક્રો ગતિમાન કર્યા છે. યાત્રાધામ કરનારી સંતોની ભૂમિ કહેવાય છે. આ સ્થળે કુબેર ભંડારીનું પ્રાચીન પૌરાણિક મંદિર આવેલું છે.

દર મહિનાની અમાસે બેથી ત્રણ લાખ શ્રદ્ધાળુઓ વહેલી પરોઢથી દર્શન કરવા ઊમટી પડે છે. આશરે ત્રણ કિમી લાંબી લાઈન પડેલી જોવા મળે છે. સ્વતંત્રતાના સંગ્રામ દરમિયાન ક્રાન્તિકારીઓની પ્રવ્ાૃત્તિનું કેન્દ્ર પણ કરનારી રહ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના યુવાવસ્થામાં કરનારીમાં રોકાયા હતા.