શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગાંઘીનગર , ગુરુવાર, 27 નવેમ્બર 2014 (14:51 IST)

આપણે જેને કચરો સમજીએ છીએ, તે પણ આવકનું સાઘન બની શકે છે............ સચિવ શ્રીમતી મોના ખંઘાર

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જિલ્લામ કક્ષાના વર્ગ-૧ અને ૨ના અઘિકારીશ્રીઓને ગામ દત્તક અપાશે... 

બુઘવાર: આપણે જેને કચરો સમજીએ છીએ, તે પણ આવકનું સાઘન બની શકે છે, તેવું આજરોજ શહેરી વિકાસના સચિવ શ્રીમતી મોના ખંઘારે જિલ્લા કલેકટરશ્રીની કચેરી ખાતે યોજાયેલ સ્વ ચ્છ ભારત અભિયાનની બેઠકમાં જણાવ્યું હતું. 
 
       આ બેઠકમાં શહેરી વિકાસના સચિવ શ્રીમતી મોના ખંઘારે વઘુમાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા ભારત અભિયાનને સફળ બનાવવા માટે લોકામાં કચરો બને તેમ ઓછો ઉત્પન્ન કરવાની, આપણા માટે જે કાગળ કે પ્લાિસ્ટિવક કચરા રૂપ છે, પણ અન્ય માટે ઉપયોગી છે તેને આપવાની સુચારું વ્યવસ્થાત કરવા અને ડસ્ટમ ફ્રી નગર બનાવવાની જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે. તે ઉપરાંત કુદરતી સંપત્તિ જેવી કે પાણીનો બગાડ ઓછો થાય અને તેનો પુન:ઉપયોગ કરી શકાય તેવી વ્યવસ્થા  કરવાનું પણ ભારપુર્વક જણાવ્યું હતું. 
 
    તેઓશ્રી ગાંઘીનગર મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તાપરમાં શૌચાલય બનાવવાની દરખાસ્તોા આવી હોય તો તાત્કાલિકા મોકલી આપવા સંબંઘિત અઘિકારીશ્રીઓને અનુરોઘ કર્યો હતો. તેમજ શહેરી વિસ્તાનરમાં વર્ષ-૨૦૧૫ સુઘીમાં શૌચાલયનું કામ પૂર્ણ થાય તેવું સુચારું આયોજન કરવા પણ જણાવ્યું હતું. ગાંઘીનગર શહેરને પ્લાસસ્ટિરક મુક્ત નગર બનાવવા માટે ૪૦ માઇક્રોનથી ઉપરની પ્લાુસ્ટિાક બેગ વપરાય તેની ખાસ તકેદારી રાખવાનું પણ કહ્યું હતું. 
 
    આ બેઠકમાં જિલ્લાા કલેકટર શ્રી રવિશંકરે ગાંઘીનગર શહેરમાં મુખ્ય માર્ગો અને સેકટરોમાં થઇ ગયેલા દબાણો ખૂબ જ ઝડપથી દૂર કરવા સંબંઘિત અઘિકારીશ્રીઓને સૂચના આપી હતી. તારના ફ્રેન્સીંગને દૂર કરીને દબાણ કરનાર અને ગાયો - ભેસોંનો તબેલો સેકટરોમાં બનાવી દેનાર સામે કડક હાથે પગલા લઇ તેમની સામે પાસા સુઘીની કાર્યવાહી કરવાની પણ સૂચના આપી હતી. તે ઉપરાંત કન્સ્ટ્ર કશન સાઇડ પર લેબરોને રહેવાની અને અન્ય જાહેરનામા મુજબની પ્રાથમિક સુવિઘા ઉપલબ્ઘ ન કરનાર કોન્ટ્રાકટરો સામે કડક હાથે પગલા લેવા પણ સંબંઘિત અઘિકારીશ્રીને જણાવ્યું હતું. 
 
     કલેકટરશ્રીએ વઘુમાં જણાવ્યું હતું કે, જે સંસ્થાુ, શાળા કે વેપારી પોતાની આસપાસની ખુલ્લી જગ્યાની સફાઇ કરીને ત્યાં આગળ વૃક્ષો કે લોન વાવેતરની તૈયાર બતાવે તો તેમને સમંતિ આપવી અને તે જગ્યાએ પોતાની ફર્મના નામનું હોર્ડિગ્સ પણ લગાવી શકશે. તેમજ સેકટર-૨૧ ડિસ્ટ્રી કટ શોપીંગ સેન્ટરમાં આવેલ ફુવારો કે જે બંઘ હાલતમાં છે, તે ચાલુ ન થઇ શકે તો તેને દૂર કરી નાખવા પણ સંબંઘિત અઘિકારીને સૂચન કર્યું હતું. ગાંઘીનગરના માર્ગોને ડસ્ટઆ ફ્રી બનાવવા માટે આસપાસની ખુલ્લી જગ્યામાં લોન કે નાના ફૂલના છોડ કે વેલનું વાવેતર થાય તેનું સુચારું આયોજન કરવા જિલ્લાસ વનસંરક્ષક અઘિકારીશ્રીને જણાવ્યું હતું. તેમજ ગાંઘીનગરની જી.આઇ.ડી.સીમાં પણ સ્વરચ્છતા રહે તેનું સુવ્યવસ્થિિત આયોજન કરી અમલીકરણ કરવા પણ સંબંઘિત અઘિકારીશ્રીને ભારપૂર્વક જણાવ્યું હતું. તેમજ ગાંઘીનગર જિલ્લાણ કક્ષાની કચેરીઓમાં ફરજ બજાવતા વર્ગ-૧ અને ૨ના અઘિકારીશ્રીઓને એક – એક ગામ સ્વ્ચ્છ ભારત અભિયાન અંતર્ગત દત્તક લેવા અનુરોઘ કર્યો હતો. ગામ દત્તક લઇ કેવી રીતે કામગીરી કરવાની તેની વિસ્તૃાત વાત કરી હતી. 
 
    મ્યુનિસિપલ કમિશનર શ્રી જી.આર. ચૌઘરીએ જણાવ્યું હતું કે, ખૂબ જ ટુંક સમયમાં નગરજનોને પ્લાતસ્ટિકક અને અન્ય કચરો અલગ અલગ નાખવા લાલ અને લીલું ડસ્ટકબીન આપવામાં આવશે. છેલ્લા અઢી માસમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની ઝુંબેશથી શહેરમાંથી ૫૦ મેટ્રિક ટન કચરો આવ્યો છે. તેમજ નગરમાં ખુલ્લામાં શૌચક્રિયા માટે બહાર જતા લોકો માટે મહાનગરપાલિકા દ્વારા સંચાલન માટે લીઘેલ શૌચાલયમાં ખૂબ જ નજીવા દરથી શૌચક્રિયાની સુવિઘા આપવાનો આરંભ કરવામાં આવ્યો છે. 
 
  આ બેઠકમાં નિવાસી અઘિક કલેકટર શ્રી એમ.ડી.મોડિયા, જિલ્લાા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન દેવાંગણ સહિત અઘિકારીશ્રીઓ ઉપસ્થિ ત રહયાં હતાં.