મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 1 ઑક્ટોબર 2015 (15:27 IST)

આર્થિક વહીવટ પર નિયંત્રણ

ગુજરાતમાં ગ્રામ પંચાયતથી લઈને તાલુકા, જિલ્લા પંચાયતોમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હવેથી સ્વભંડોળમાંથી ફદીયુએ વાપરી શકશે નહીં. પંચાયતી રાજની સંસ્થાઓમાં આડેધડ થતાં ખચર્િ અને અમાપ ભ્રષ્ટાચારના કિસ્સાઓ પછી ગુજરાત સરકારે 14માં નાણાપંચની ભલામણોનો સ્વીકાર કર્યો છે. ચૂંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવતા આર્થિક વહીવટ સંદર્ભે કેટલાક નિયંત્રણો જાહેર કયર્િ છે.
 
પંચાયત, ગ્રામ ગૃહ નિમર્ણિ અને ગ્રામ વિકાસ વિભાગના નાયબ સચિવ એચ.એન. મેજીયાતરની સહીથી પ્રસિધ્ધ કરાવવામાં પંચાયતી રાજની સંસ્થાઓમાં કયા પ્રકારનો ખર્ચ કરવો તેના સિધ્ધાંતો નકકી થયા છે. 14માં નાણાપંચની ભલામણ મુજબ ગુજરાતની 13 હજારથી વધારે ગ્રામ પંચાયતો માટે ભારત સરકાર ા.7,771.26 કરોડ બેઝિક ગ્રાન્ટ અને ા.863.47 કરોડ પરફોર્મન્સ ગ્રાન્ટ તરીકે રાજ્ય સરકારને સીધા જ ફાળવશે. આવી ગ્રાન્ટ ગુજરાત સરકારના ખાતામાં જમા થયાના 15 દિવસમં જ ગ્રામ્ય પંચાયતોને આપવી પડશે તેમાં વિલંબ થશે તો રાજ્ય સરકારને વ્યાજ ચૂકવવું પડશે. રાજ્ય સરકારે કેગનું સુપરવિઝન મુકયું છે આથી પંચાયતોના હિસાબોનું ઓડિટ લોકલ ફંડ ઓડિટ વિભાગ અને કેગ દ્વારા કરાવવું પડશે એટલું જ નહીં પરફોર્મન્સ ગ્રાન્ટ હેઠળ નવીન પાકા અને ટકાઉ કામો હાથ ધરવાના રહેશે અને તેની નોંધ પણ રજિસ્ટરમાં અચૂકપણે કરવાની રહેશે.